અમેરિકામાં જિયો અને ક્વાલકૉમએ 5Gનું કર્યું સફળ પરીક્ષણ
રિલાયન્સ જિયોએ વધુ એક મોટી પ્રસિદ્ધી હાસલ કરી છે. રિલાયન્સ જિયોએ અમેરિકાની ટેક્નોલોજી ફર્મ ક્વાલકૉમની સાથે અમેરિકામાંમાં તેની 5G તકનીકનો સફળતાપૂર્વક પરીક્ષણ કરી ચૂકી છે. અમેરિકાના સેંન ડિએગોમાં વર્ચુઅલ ઇવેન્ટમાં આ જાહેરાત કરવામાં આવી હતી. રિલાયન્સ જિયોના પ્રમુખ મેથ્યુ ઓમાનએ ક્વાલકોમ ઇવેન્ટમાં કહ્યું હતું કે ક્યુઅલકોમ અને રિલાયન્સની સબસિડિરી રેડિસીઝ સાથે મળીને અમે 5G ટેક્નોલોજી પર કામ કરી રહ્યા છીએ, જેથી ભારતમાં જલ્દીથી તેનું લોકાર્પણ થઈ શકે.
જિયો અને ક્વાલકૉમે જાહેરાત કરી છે કે તેઓએ 5GNR સોલ્યૂશન્સ અને ક્વાલકૉમ 5G RAN પ્લેટફોર્મ પર 1 Gbpsથી વધુ સ્પીડ મેળવી લીધી છે. લગભગ ત્રણ મહિના પહેલા, 15 જુલાઈએ રિલાયન્સ જિઓના માલિક મુકેશ અંબાણીએ રિલાયન્સની સામાન્ય જાહેર સભામાં 5G ટેક્નોલોજી લોન્ચ કરવાની જાહેરાત કરી હતી.
સ્થાનિક સંસાધનોનો ઉપયોગ કરીને વિકસિત આ તકનીકીને સોંપતા મુકેશ અંબાણીએ કહ્યું કે રિલાયન્સ જિયો 5G સ્પેક્ટ્રમ મળે કે તરત જ 5G ટેક્નોલોજીના પરીક્ષણ માટે તૈયાર છે. અને 5G ટેક્નોલજીના સફળ પરીક્ષણ બાદ રિલાયન્સ આ ટેક્નોલોજીના નિકાસ માટે આગ્રહ કરશે. ભારતમાં 5G ટેક્નોલોજીના પરીક્ષણ માટે હજી સુધી સ્પેક્ટ્રમ ઉપલબ્ધ નથી. પરંતુ અમેરિકામાં રિલાયન્સ જિઓની 5 જી તકનીકનો સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું.