વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને કર્યું સંબોધન : લોકડાઉન ગયું, કોરોના તો છે જ, તહેવારોમાં વિશેષ સાવધાની જરૂરી.
નવી દિલ્હી :
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશને સંબોધન કર્યું. કોરોના મહામારી દરમિયાન મોદીનું આ સાતમું સંબોધન હતું. આ અગાઉ તેમણે 30 જૂને સંબોધન કર્યું. દિવસે તેઓ 17 મિનિટ બોલ્યા હતા.
સમયની સાથે આર્થિક વ્યવહારોમાં ધીમે ધીમે ઝડપ આવી રહી છે. મોટાભાગના લોકો જીવનને ગતિ આપવા દરરોજ ઘરની બહાર નિકળી રહ્યા છે. બજારોમાં પણ તહેવારની આ સિઝનમાં ફરી રોનક આવી રહી છે. પણ આપણે ભૂલવાનું નથી કે લોકડાઉન ભલે ગયું હોય પણ વાયરસ ગયો નથી. છેલ્લા આઠ મહિના બાદ જે સંભાળવી શકાય તેવી સ્થિતિમાં છીએ, તેને હવે આપણે બગડવા દેવાની નથી.
ભારતમાં દસ લાખ પૈકી સાડા પાંચ હજાર લોકોને કોરોના થયો છે. જ્યારે અમેરિકા અને બ્રાઝીલમાં આ આંકડો 25 હજાર. ભારતમાં 10 લાખ દીઠ મૃત્યુ દર 83. જ્યારે અમેરિકા, બ્રાઝીલ બ્રિટન જેવા દેશોમાં 600ને પાર. વિશ્વના સક્ષમ દેશોની તુલનામાં ભારત તેના વધુને વધુ નાગરિકોના જીવનને બચાવવા માટે સફળ થઈ રહ્યુ છે. દેશમાં 90 લાખથી વધારે બેડની સુવિધા છે. 12 હજાર ક્વોરન્ટીન સેન્ટર છે. કોરોના ટેસ્ટિંગ પણ આશરે 2000 લેબ કામ કરે છે. ટેસ્ટની સંખ્યા ટૂંક સમયમાં 10 કરોડને પાર થઈ. કોવિડ મહામારી સામે ટેસ્ટની વધતી સંખ્યા આપણા માટે મોટી શક્તિ રહી છે.
સમય લાપરવાહ થવાનો નથી. આ સમય એવું માની લેવાનો નથી કે કોરોના જતો રહ્યો કે પછી કોરોનાથી કોઈ જોખમ નથી. તાજેતરના દિવસોમાં આપણે સૌએ એવી તસવીરો અને વીડિયો જોયા છે કે જેમાં અનેક લોકોએ સાવધાની રાખવાની બંધ કરી દીધી છે. આ વાત યોગ્ય નથી. જો તમે લાપરવાહી રાખો છો, માસ્ક વગર ફરી રહ્યા છો, તો તમે તમારી જાત માટે, પરિવાર માટે, બાળકો માટે અને વૃદ્ધોને મોટા સંકટમાં નાંખી રહ્યા છો. અમેરિકા કે યુરોપના અન્ય દેશો કોરોનાના કેસ ઓછા થઈ રહ્યા હતા. પણ આ દેશમાં ફરી તે અચાનક વધવા લાગ્યા છે અને તે પણ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. સંત કબિર દાસે કહ્યું છે કે પાકિ ખેતી દેખકર, ગર્વ કિયા કિસાન અભી ઝોલા(સંકટ) બહુત હૈ, ઘર આવે તબ જાન. મારા દેશવાસીઓ સ્વસ્થ્ય રહો. ઝડપી ગતિથી આગળ વધો. આપણે સૌ સાથે મળી સૌને અભિનંદન પાઠવું છું. હું નવરાત્રી, ઈદ, ગુરુનાક જયંતિ, દિવાળીની શૂભકામના પાઠવું છું.