આઈ.ટી.આઇ. ગાંધીનગર (મહિલા) ખાતે તાલીમાર્થીનીઓ માટે કોનવોકેશન સેરેમની યોજાઇ.
ગાંધીનગર :
૧૫ ઓકટોબર, ૨૦૨૦ ના રોજ આઈ.ટી.આઇ, ગાંધીનગર (મહિલા) ખાતે બેચ-૭૬ (૨૦૧૮-૨૦૧૯) ની તાલીમાર્થીનીઓ માટે કોનવોકેશન સેરેમની રાખી એક અનોખી પહેલ કરવામાં આવી. કોનવોકેશન મુખ્યત્વે કોલેજો અને યુનિવર્સિટીઓમાં રાખવામાં આવે છે, પણ આચાર્યશ્રી એચ. એલ. ચૌધરીની પહેલ થી કોવિડ-૧૯ની માર્ગદર્શિકા મુજબ ખૂબ જ ઓછા આમંત્રિતો તથા તાલીમાર્થીનીઓ સાથે, સોશિયલ ડિસ્ટન્સીંગ, ફરજિયાત માસ્ક અને હેંડ સેનેટાઈજેશન સાથે આ આયોજન આઈ.ટી.આઇમાં પ્રથમ વખત થઈ શક્યું.
જેમાં આઇ.એમ.સી ચેરમેન શ્રી મુકેશભાઇ પટેલ મુખ્ય અતિથિ તરીકે તથા આઇ.એમ.સી મેમ્બર શ્રી ચૈતન્ય શુક્લા, એન.જી.ઓ ક્વેસ્ટ એલાએન્સ તરફથી શ્રી વિક્રાંત સોલંકી અને શ્રી ઈમરાન અન્સારી આમંત્રિત મહેમાનો તરીકે હાજર રહેલ.
આપણી ભારતીય સંસ્કૃતિના પ્રતીક તરીકે તુલસીના છોડ સાથે તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. આચાર્ય શ્રી એચ. એલ. ચૌધરીએ સ્વાગત સંબોધન આપી તમામ સ્ટાફ અને તાલીમાર્થીનીઓના પ્રયત્નોની પ્રશંસા કરી પ્રેરણા આપી. અને ત્યારબાદ આમંત્રિત મહેમાનો એ દીપપ્રાગટ્ય કરેલ.
કોપા, ફેશન ડિજાઈન ટેક્નોલોજી, સુઈંગ ટેક્નોલોજી, કોસ્મેટૉલોજી, અને હેલ્થ સેનેટરી ઈન્સ્પેક્ટર ટ્રેડમાંથી ગુણ માં પ્રથમ ત્રણ રહેલ તાલીમાર્થીનીઓને આમંત્રિત મહેમાનોના હસ્તે એન.સી.વી.ટી. સર્ટિફિકેટ એનાયત કરી તેઓને સન્માનિત કરવામાં આવ્યાં.
મુખ્ય અતિથિ શ્રી મુકેશભાઇ પટેલે, તમામ તાલીમાર્થીનીઓને અભિનંદન પાઠવ્યા હતા અને આઇટીઆઈ માં આવા પ્રકારનાં કાર્યક્રમને બિરદાવ્યો હતો. શ્રી વિક્રાંત સોલંકીએ તાલીમાર્થીઓને નોકરી અને સ્વ-રોજગાર માટે પ્રોત્સાહિત કર્યા હતા. શ્રી ચૈતન્ય શુક્લાએ મહિલા સશક્તિકરણ માટે તાલીમાર્થીઓને પ્રેરણાદાયી ભાષણ આપ્યું હતું. મહેમાનો દ્વારા તમામ તાલીમાર્થીઓને પ્રમાણપત્રનું વિતરણ કરાયું હતું.