ગાંધીનગર જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠક મળશે
ગાંધીનગર
વિશ્વ વિભુતિ અને ભારતના રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધીના ૭૦ મા નિર્વાણ દિવસે પુષ્પાંજલી આપવાનો કાર્યક્રમ સાથે ગાંધીનગર જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠક તારીખ: ૩૦/૦૧/૨૦૧૭, સોમવાર,બપોરે ૦૨-૦૦ કલાકે,કોંગ્રેસ કાર્યાલય,પ્લોટ નં-૩૧૫,સેક્ટર-૨૨ ગાંધીનગર ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી સૂર્યસિંહ ડાભીના અધ્યક્ષપદે તેમજ પ્રદેશ ઝોન પ્રભારીશ્રી લાખાભાઈ ભરવાડ, જીલ્લા નિરીક્ષકો સર્વશ્રી બળવંતસિંહ રાજપૂત,શ્રી રમેશભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતીમાં યોજાનાર છે. જેમાં ધારા સભ્યો સર્વશ્રી બળદેવજી ઠાકોર,અમિતભાઈ ચૌધરી,કામીનીબા રાઠોડ,જિ.પ.પ્રમુખ રામાજી ઠાકોર,જશુભા રાણા,નિશિત વ્યાસ,ડૉ.હિમાંશુ પટેલ,ડૉ.સી.જે.ચાવડા,બાબુસિંહ ઠાકોર,જુગાજી ઠાકોર,સુરેશભાઈ પટેલ સહિત જીલ્લા કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો ઉપરાંત જિલ્લાના હોદ્દેદારો,સંગઠનના પ્રમુખો,તાલુકા/જિલ્લા પંચાયત/નગરપાલિકાના નેતાઓ/ચેરમેનો/સદસ્યો અને વિવિધ પાંખ/સેલ/વિભાગના વડાઓ અને આમંત્રિત સદસ્યો ઉપસ્થિત રહેશે.સને ૨૦૧૭ની મળનાર પ્રથમ જિલ્લા કોંગ્રેસ કારોબારી બેઠકમાં નોટબંધી અને ભાજપ સરકારની પ્રજા વિરોધી નીતિઓ સામે વિધાન સભા બેઠકવાર જન વેદના પંચાયતો યોજવા,નવ નિર્વાચિત સરપંચો/ઉપ સરપંચોનું સન્માન અને તાલીમ કાર્યક્રમ યોજવા સહિતના સંગઠન અને આગામી વિધાન સભાની ચૂંટણી સંદર્ભે વિવિધ ઠરાવો પસાર કરાશે તેવું જિલ્લા કોંગ્રેસની અખબારીયાદીમાં મહામંત્રી વિષ્ણુભાઈ પટેલે જણાવ્યુ છે.