વેદ ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ૨૬મી જાન્યુઆરીએ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો.
ગાંધીનગર
ગાંધીનગરના સરગાસણ ખાતે આવેલી વેદ ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ૨૬મી જાન્યુઆરી પ્રજાસાતક દીન ૨૦૧૭ ની ઉજવણી સવારે ૮:૦૦ કલાકે શરૂ કરવા માં આવી, ધ્વજવંદન કાર્યક્રમ ના મહેમાન શ્રી ચતુરભાઈ પટેલ વરદ હસ્તે રાષ્ટ્ર ધ્વજ ને સલામી આપવા આવી અને કાર્યક્રમ ધામધૂમ પૂર્વક સ્ટાફ તથા વિધાર્થી ઓ સાથે ઉજવવામાં આવ્યો. મહેમાન શ્રી એ પ્રવચન માં પ્રજા માટે પ્રજા નું પ્રજા વડે ચાલતું શાસન સાચી લોકશાહી જાળવવાની છે. અને આપ ના બંધારણ માં જે મૂળભૂત હક્કો છે. તેનુ જતન કરવાનું છે ભાવિ નાગરીકો એ સાચી લોકશાહી જાળવી ને વિશ્વમાં “મેરા ભારત દેશ મહાન” તે રીતે ભારત માં શાંતિ જળવાય સુખ સમૃદ્ધિ વધે અને દેશ નુ આર્થિક વિકાસ થાય તેવો અનુરોધ કર્યો. છેલ્લે પૂર્ણાવૃતિ માં પ્રસાદી વહેચવામાં આવી કાર્યક્રમ પછી વિધાર્થીઓ અને સ્ટાફ વચ્ચે ફ્રેન્ડલી ક્રિકેટ મેચ રાખવામાં આવી જેનો સર્વે વેદ પરિવારે આનંદ માણ્યો. તેવું શાળા દ્વારા જણાવવામાં આવ્યું હતું.