રાષ્ટ્રીય

દેશમાં 24 કલાકમાં કોરોનાના વધુ 43,893 કેસ નોંધાયા, 508 દર્દીઓના મોત

દેશમાં કોવિડ-19 સંક્રમણના નવા કેસો સામે આવવાની સંખ્યામાં છેલ્લા અનેક દિવસોથી નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. તેની સામે કોરોનાને મ્હાત આપી હૉસ્પિટલથી ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 43,893 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 508 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 79,90,322 થઈ ગઈ છે.
નોંધનીય છે કે, ભારતમાં કોવિડ-19ની મહામારી સામે લડીને 72 લાખ 59 હજાર 509 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. છેલ્લા ચોવીસ કલાકમાં 58,439 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ 6,10,803 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,20,010 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. આ ઉપરાંત, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ બુધવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 27 ઓક્ટોબર સુધીમાં ભારતમાં કુલ 10,54,87,680 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, મંગળવારના 24 કલાકમાં 10,66,786 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં 27મી ઑક્ટોબરે કોરોના વાયરસના 992 નવા કેસ પોઝિટિવ નોંધાયા છે, જ્યારે 1102 દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. 24 કલાક દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના 5 દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજ્યમાં પોઝિટિવ કેસનો આંક 169073 એ પહોંચી ગયો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x