રમતગમત

ટીમ ઇન્ડિયા સાથે નવા યુગની શરૂઆત પહેલા બીસીસીઆઈએ ધોનીને કરી સલામ

ક્રિકેટ જગતમાં ‘કેપ્ટન કૂલ’ તરીકે ઓળખાતા એમ.એસ.ધોનીએ આઈપીએલની 13મી સીઝન શરૂ થયાની લગભગ પહેલા 15 ઓગસ્ટના રોજ ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું હતું અને સંન્યાસની જાહેરાત કરી હતી. ગત વર્ષે થયેલ વર્લ્ડ કપ પછીથી જ ધોની ક્રિકેટથી દૂર હતો અને 15 મહિના ક્રિકેટથી દૂર રહ્યા બાદ ધોનીએ ઇન્ટરનેશનલ ક્રિકેટથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. જોકે, તે હાલ આઈપીએલમાં રમી રહ્યો છે.
ધોનીના સંન્યાસ બાદ આગામી મહિને ટીમ ઈન્ડિયા પોતાની પહેલી સીરીઝ રમશે. સોમવારે જ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે પસંદગીકાર સમિતિએ ધોની સિવાયની 32 સભ્ય વાળી ભારતીય ટીમની જાહેરાત કરી. ટીમ ઈન્ડિયાની જાહેરાત બાદ બીસીસીઆઈએ ધોનીને સલામ કર્યો.
આઈપીએલ બાદ ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે સીડની માટે ઉડાન ભરશે. પરંતુ ધોની એ ટીમનો હિસ્સો નહીં હોય. ભારતીય ક્રિકેટના નવા યુગની શરૂઆત પહેલા બીસીસીઆઈએ ધોનીને સલામ કરતા તેના આધિકારીક ટ્વિટર હેન્ડલનો કવર ફોટો બદલ્યો છે. બીસીસીઆઈએ હેશટેગ પણ #ThankYouMSDhoni લગાવ્યો છે. બીસીસીઆઈનો આ કવર ફોટો હાલ ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આપને ઝણાવી દઈએ કે ધોની માટે આઈપીએલની આ સીઝન ખૂબ ખરાબ રહી. ચેન્નાઈ સુપર કિંગ્સ આ સીઝનથી બહાર થનારી પહેલી ટીમ બની છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x