રાષ્ટ્રીય

ભારતીય સેનાએ બનાવી વોટ્સેપ અને ટેલીગ્રામ જેવી સ્વદેશી સાઈ એપ

ભારતીય સેનાએ સિક્યોર એપ્લીકેશન ફોર ઇન્ટરનેટ નામની એક સરળ અને સુરક્ષિત મેસેજિંગ એપ્લીકેશન વિકસિત કરી છે. આ એપના માધ્યમથી એન્રોઈ ઇડ પ્લેટફોર્મ પર એક સ્થળેથી બીજા સ્થળે સુરક્ષિત રીતે અવાજ, સંદેશ અને વીડિયો કોલિંગ કરી શકાય છે. રક્ષા મંત્રાલયએ આ બાબતની જાણકારી આપી છે. તેની સાથે જ, આત્મનિર્ભર ભારતની દિશામાં આગળ વધતાં ભારતીય સેનાએ એક અગત્યની સિદ્ધિ હાંસલ કરી દીધી છે. સિક્યોર એપ્લીકેશન ફોર ઇન્ટરનેટ- સાઈ મેસેજિંગ એપ્લીકેશન વોટ્સેપ, ટેલીગ્રામ, એમએએમવીએડી અને જીઆઇએમએસની સમાન છે અને એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનનો ઉપયોગ કરે છે. સાઈ સ્થાનિક ઇન-હાઉસ સર્વર અને કોડિંગની સાથે સુરક્ષા સુવિધાઓ પર સ્કોર કરે છે જેને જરૂરિયાત મુજબ અપડેટ કરી શકાય છે.
‘જય શ્રીરામ’ના નારાઆ એપને સીઈઆરટી-ઇન અને સેના સાઇબર સમૂહ દ્વારા તૈયાર કરવામાં આવી છે. આઇઓએસ પ્લેટફોર્મ પર કામ કરવા માટે તેને તૈયાર કરવામાં આવી રહી છે. સુરક્ષિત સંદેશ મોકલવા માટે ભારતીય સેના સાઈનો ઉપયોગ કરશે. એપની કામ કરવાની ક્ષમતાની સમીક્ષા કર્યા બાદ રક્ષા મંત્રી રાજનાથ સિંહે કર્નલ સાઇ શંકરના વખાણ કર્યા, જેઓએ તેને વિકસિત કરી છે. સાઈએપને સીઈઆરટી-ઇન પેનલમાં સામેલ ઓડિટર અને આર્મી સાઇબર ગ્રુપે તપાસી છે. એપના બૌદ્ધિક સંપદા અધિકાર ની ફાઇલિંગ, એનઆઈસી પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોસ્ટિંગની પ્રક્રિયા અને iOS વર્જન પર કામ ચાલુ છે. SAIનો ઉપયોગ આર્મી સુરક્ષિત મેસેજિંગ માટે કરશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x