ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

વાયબ્રન્ટની વરવી વાસ્તવિકતા: ટ્રેડ શોની ચકાચોંધ બાદ પરિસ્થિતી નર્કાગાર

1_1485886412ગાંધીનગર: 

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દરમિયાન આયોજીત ગ્લોબલ ટ્રેડ શોને પત્યાને 15 દિવસ થયા હોવા છતાં આ સ્થળે કેટલીક જગ્યાએ કચરો અને ઉભરાતી ગટરના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. ગંદકીને પગલે આ સમગ્ર વિસ્તારમાં મચ્છર-માખીઓને ઉપદ્રવ વધી જતા લોકો પણ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.  આઠમી વાયબ્રન્ટ સમિટ દરમિયાન સેક્ટર-17ના મેદાન બનાવાયેલા વિશાળ 14 ડોમમાં ગ્લોબલ ટ્રેડ શો યોજાયો હતો.
કચરાના ઢલગા નજરે પડી રહ્યાં છે
આ ડોમની પાછળના વિસ્તારમાં ટ્રેડ શો પત્યાને 15થી પણ વધુ થયા હોવા છતાં કચરો અને પાણી ભરાયેલા નજરે પડી રહ્યાં છે. અહીં હાલ પણ ટ્રેડ શોમાં લગાવાયેલા સામાન અને બેનર્સ સહિતની સામગ્રીની હેરફેર ચાલી રહી છે. ટ્રેડ શો દરમિયાન જે સ્થળે કેન્ટીન બનાવાઈ હતી ત્યા આસપાસના વિસ્તારમાં આજે પણ કચરાના ઢલગા નજરે પડી રહ્યાં છે. કચરા સાથે જ અહીં પાણી ભરાયેલું પણ નજરે પડી રહ્યું છે. એક તરફ સ્માર્ટ સિટી અંતર્ગત  દિલ્હીથી આવેલી ટીમને લઈને શહેરના દરેક રસ્તા પર સ્વચ્છતા અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટના બેનર્સ જોવા મળે છે તેનાથી વિપરીત અહીં ગંદકી જોવા મળી રહી છે.
શૌચાલયોને ટ્રેડ શો પત્યા પછી તાળા મારી દેવાયા
સુત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર ટ્રેડ શોની કામગીરી માટે આવેલા શ્રમિકોને ટ્રેડ શો શરૂ થયો તે પહેલાં લવાયા હતા અને પછી અઠવાડિયા સુધી તેમની કામગીરી ચાલી હતી. આ દરમિયાન આ શ્રમીકોને  શૌચાલયની પુરતી સુવિધા ન પુરી પડાઈ હોવાની વાત છે. જે શૌચાલયો બનાવાયા છે તેના પર ટ્રેડ શો પત્યા પછી તાળા મારી દેવાયા હતા. જેને પગલે શ્રમિકોને ખુલ્લામાં કુદરતી હાજત કરવાની ફરજ પડતી હોવાની વાત છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x