મનોરંજન

બોલિવૂડના ફાડુ એક્ટર આસિફ બસરાનું નિધન

બોલિવૂડમાંથી ફરી એક આપધાતનો મામલો સામે આવ્યો છે. હવે બોલિવૂડના ફાડુ એક્ટર આસિફ બસરાએ આત્મહત્યા કરી લીધી છે. ગુરુવારે હિમાચલ પ્રદેશના કાંગરા જિલ્લાની ધર્મશાળામાં બસરાએ મેક્લોડગંજના જોગીબાડા રોડ પર એક કેફે પાસે આત્મહત્યા કરી છે. અભિનેતાએ શા માટે આવું પગલું ભર્યું તે હજી સુધી જાણી શકાયું નથી. કાંગરાના એસપીએ આ કેસની પુષ્ટિ કરી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહનો કબજો લઇને કેસની તપાસ શરૂ કરી છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતા આસિફ બસરા છેલ્લા 5 વર્ષથી મકાનમાં ભાડે રહેતો હતો. તેની સાથે તેની વિદેશી પ્રેમિકા પણ હતી. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આસિફ બસરા યુકેની એક મહિલા સાથે લિવઇનમાં રહેતો હતો. ગુરુવારે બપોરે તે પોતાના પાલતુ કૂતરાને ફરવા લઈ ગયો હતો. આ પછી તે ઘરે પાછો આવ્યો અને તેણે પાલતુ કૂતરાને બાંધવામાં આવતા પટ્ટાથી પોતાનો જીવ ટૂંકાવી લીધો હતો. પ્રારંભિક તપાસમાં એવું સામે આવ્યું છે કે તે ડિપ્રેશનનો શિકાર હતો.
કેસની પુષ્ટિ કરતાં કાંગરાના એસપી વિમુક્ત રંજનએ જણાવ્યું હતું કે પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. આસિફ બસરાએ આત્મહત્યા કરી લીધી છે. આસિફ બસરા એક પ્રખ્યાત ટીવી એક્ટર છે. બોલિવૂડની ઘણી ફિલ્મમાં તેણે કામ કર્યું છે. ‘પરજાનીયા’ બ્લેક ‘ફ્રાઈડે’ વગેરે.. આ સિવાય તે હોલિવૂડ મૂવી આઉટસોર્સમાં પણ જોવા મળ્યો હતો. આ સિવાય બસરા હિમાચાલી ‘સંઘ’ ફિલ્મની ભૂમિકા માટે પણ જાણીતો છે. આ સિવાય તેણે વન્સ અપન એ ટાઇમ ઇન મુંબઇમાં ફિલ્મમાં ઈમરાન હાશમીના પિતાની ભૂમિકા પણ ભજવી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x