પીએમ મોદીએ જામનગરમાં આયુર્વેદ યુનિને આપ્યો રાષ્ટ્રીય દરજ્જો
તહેવારો પર પીએમ મોદીની ગુજરાતને વધુ એક ભેટ આપવામાં આવી છે. પીએમ મોદીએ આજે જામનગરમાં આયુર્વેદ યુનિવર્સિટીને રાષ્ટ્રીય દરજ્જો આપી દીધો છે. પીએમના હસ્તે આયુર્વેદ યુનિ.નું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું છે. જામનગરના આયુર્વેદ સંશોધન, તબીબી સારવાર, શિક્ષણને વેગ મળશે. આજથી જામનગરમાં આયુર્વેદ યુનિવર્સિટીને રાષ્ટ્રીય દરજ્જો મળી ગયો છે. PMના હસ્તે આયુર્વેદ યુનિ.નું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેથી હવે આયુર્વેદ સંશોધન, તબીબી સારવાર, શિક્ષણને વેગ મળશે. લોકાર્પણ બાદ પીએમ મોદીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં હુંની કામગીરી મહત્વની છે. આજે હું એ ભારતને મોટી જવાબદારી સોંપી છે. જેથી ગ્લોબર સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીન ભારતમાં બનશે. આયુર્વેદના વિસ્તારમાં માનવજાતની ભલાઈ છૂપાયેલી છે. આયુર્વેદ ભારતનો વારસો છે. કોરોના કાળમાં આયુર્વેદ ઉત્પાદનોની માગ વધી છે.
જેથી દેશમાં 1.5 લાખ વેલનેસ સેન્ટર શરૂ થશે. તમને જણાવી દઈએ કે નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ લોકાર્પણ વિધિમાં હાજરી આપી હતી. જામનગરમા આયુર્વેદ યુનિવર્સિટીના રિસર્ચ સેન્ટરનું તેઓએ ઈ-લોકાર્પણ કર્યું છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ લોકાર્પણમાં ઉપસ્થિત રહ્યા હતા. જેથી મુખ્યમંત્રી સહિતનો વીઆઈપી કાફલો આજે જામનગરમાં આવ્યો હતો. આમ, ધનતેરસના દિવસે પ્રધાનમંત્રી ગુજરાતને અનોખી ભેટ આપી છે. સીએમ રૂપાણીએ આ પ્રસંગે જણાવ્યું છે કે, ગુજરાત અને દેશ માટે આયુર્વેદ ક્ષેત્રે ગુજરાતને મળતી આ ભેટ ખૂબ ગર્વની વાત છે. જામનગરમાં આઈટીઆરએ અને રાજકોટમાં એઇમ્સ આરોગ્ય ક્ષેત્રે બે સક્ષમ સંસ્થાની ગુજરાતને ભેટ મળી છે.
આ પ્રસંગે હું ના પ્રતિનિધિએ પણ વીડિયોના માધ્યમથી આયુર્વેદ દિવસ પર શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. આઈટીઆરએ જામનગર અને નેશનલ આયુર્વેદ ઈન્સ્ટિટ્યૂટમાં શિક્ષણ અને અનુસંધાન સંસ્થા છે. આયુષ મંત્રાલય 2016થી દર વર્ષે ધન્વન્તરી જયંતી (ધનતેરસ)ના અવસર પર આયુર્વેદ દિવસ ઉજવે છે. આ વર્ષે તે 13 નવેમ્બરે આવે છે. કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 5મા આયુર્વેદ દિવસને મોટાપાયે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર ઉજવવામા આવી રહ્યો છે. સવારે 10.30 કલાકે પીએમ આ સંસ્થાનું ઈ-લોકાર્પણ કર્યું હતું.