દહેગામ એસટી ડેપોએે એક્સ્ટ્રા બસો દોડાવી કરી 5 લાખથી વધુની આવક
દિવાળી પર્વ નિમિત્તે એસ ટી નિગમે એક્સ્ટ્રા બસો દોડાવાવનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ કોરોના મહામારીમાં અને દિવાળીના તહેવારોમાં મુસાફરોને અગવડતા ઉભી ન થાય તે માટે દહેગામ એસ.ટી. ડેપોમાંથી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. દહેગામ એસ.ટી. ડેપો મેનેજર હાર્દિકભાઈ રાવલે આપેલી માહિતી અનુસાર દહેગામ એસ ટી ડેપોમાંથી લગભગ 51 જેટલી બસો દોડાવીને કુલ રૂપિયા 5 લાખથી વધુની આવક કરી છે. આથી ડેપોને પ્રતિ કિલોમીટરે અંદાજે રૂપિયા 23.98ની આવક થવા પામી છે.
રાજ્યભરના તમામ ડેપોમાં એક્સ્ટ્રા બસો દોડાવી હતી. તેમાં દહેગામ ડેપોએ દિપાવલી પર્વોમાં બાંધકામ સાઇટ, ફેક્ટરીઓ, કારખાનાઓમાં મજુરી કામ કરતા દાહોદ, ગોધરા, પંચમહાલ, જાલોદ, રાજકોટ સહિતના વિસ્તારમાં રહેતા શ્રમિકોને તેમના વતન પહોંચાડીને એસ.ટી. વિભાગ દ્વારા કોરોના મહામારીમાં એક ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે. જેમાં એસ ટી ડેપોએ કુલ 51 જેટલી એસ ટી બસોના પૈડા સતત દોડતા રહ્યા હતા. આથી એસ ટી ડેપોની કુલ 21,000 કિલોમીટર દોડતા કુલ રૂપિયા 5,02,7,56ની આવક થવા પામી હતી. એસ ટી બસોએ દિપાવલી પર્વો પહેલાં અંદાજે 21000 કિલોમીટર દોડીને કુલ 150 જેટલી ટ્રીપો મારીને શ્રમિકોને તેમના વતન મોકલવામાં પહોચાડવામાં આવ્યા હતા. એસ ટી ડેપોમાંથી દોડાવેલી એક્સ્ટ્રા બસોને પગલે ડેપોને રૂપિયા 5 લાખથી વધુની આવક થઇ હતી.
આથી એસ ટી ડેપોને દિપાવલી પર્વની એક્સ્ટ્રા બસોએ પ્રતિ કિલોમીટર અંદાજે રૂપિયા 23.98 કિલોમીટર સરેરાશ આવક કરાવી હતી. કોરોનાને કારણે લોકોએ બસનો ઉપયોગ ઓછો કરી દેતા આર્થિક માર સહન કરતા એસ ટી નિગમને દિવાળી આર્થિક મદદરૂપ બની રહી હોય તેમ લાગી રહ્યું છે. ડેપો મેનેજર હાર્દિકભાઈ રાવલે વધુ વાત કરતા જણાવ્યું હતું કે આ કોરોના મહામારીમાં મુસાફરોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ડેપોની તમામ બસોને નિયમિત રૂપે સેનેટાઈઝ કરવામાં આવી રહી છે જેથી આ મહામારીમાં કોરોના વાયરસ વધુ ફેલાતો અટકે.