ન્યુ ગાંધીનગરમાં અપના અડ્ડા પાસે જાહેરમાં રાંદેસણના રાજપૂત સમાજના યુવકની મારામારી બાદ હત્યા.
ગાંધીનગર :
રાજયમાં ક્રાઇમનો રેસીયો દિન-પ્રતિદિન સડસડાટ વધી રહ્યો છે. ત્યારે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પણ ક્રાઇમનો રેસીયો સતત વધી રહ્યો છે, ત્યારે સૂત્રોથી મળેલ માહિતી અનુસાર આજે વહેલી સવારે 4 વાગ્યે ચા પીવાનું નજીવી બબાલ મારામારીમાં પ્રવર્તી હતી. રાંદેસણના એક યુવાનનું મૃત્યુ થયું હોવાનું પણ સૂત્રો ધ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે. ત્યારે અત્યારે રાંદેસણ ગામ ખાતે ભારેલો અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે, અને ટોળેટોળાં થયેલ બનાવની જગ્યાએ અને સિવિલ (ગાંધીનગર) ખાતે ઉમટી પડ્યા છે.
ગાંધીનગર ખાતે આવેલા નવ વિકસિત એવા ન્યુ ગાંધીનગર ખાતેના ઇન્ફોસિટિ (અપના અડ્ડા) પાસે ચા ની કીટલીએ મારામારીના દ્રશ્યો વિડિયોમાં વાયરલ થયેલા છે, ત્યારે નજીવી બબાલ મારામારી બાદ હત્યામાં પરિણમી હોય તેવું સામે આવી રહ્યું છે. ત્યારે ન્યુ ગાંધીનગર ક્રાઇમમાં સૌથી વધારે આગળ વધી રહ્યું છે. ત્યારે સ્થિતિ હવે કપરી બની રહી છે, આ લખાય છે, ત્યારે એક યુવાન હાલ ગંભીર સ્થિતિમાં છે, જેથી બે યુવાનો પર થયેલા હુમલામાં 1 નું મૃત્યુ થયેલ છે, ત્યારે મરનાર વ્યક્તિ ગાંધીનગરના નામાંકિત એડવોકેટ એવા અજીતસિંહ ગોહિલના ભત્રીજા કેતનસિંહ પૃથ્વીસિંહ ગોહિલ હોવાનું સૂત્રો ધ્વારા જાણવા મળી રહ્યું છે.