ગાંધીનગરગુજરાત

યાત્રાધામ અંબાજીમાં આજે કાર્તિકી પૂનમ દેવદિવાળીની ઉજવણી

અંબાજી :
યાત્રાધામ અંબાજીમાં આજે કાર્તિકી પૂનમ જેને દેવ-દિવાળી તરીકે ઉજવાય છે. આ સાથે દિવાળી પર્વના તહેવારોની આજ સમાપ્તિ થશે. ચાલુ સાલે કોરોનાના કહેરના કારણે યાત્રાધામ અંબાજીમાં યાત્રિકોના ભારે ઘટાડાના પગલે નિરશ જોવા મળી હતી.
આજે કાર્તિકી પૂનમ હોઈ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પૂનમના પ્રવાહને પહોંચી વળવા સરકારની ગાઈડ લાઈન મુજબ દર્શન માટેની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું મંદિરના સુત્રોએ જણાવ્યું હતું. કોરોનાની મહામારીના કારણે સંક્રમણ વધી ના જાય તે માટે દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી મંદિર, ગબ્બર પર્વત, અંબિકા ભોજનાલયમાં સોશ્યલ ડીસ્ટન્સ જળવાઈ રહે તે માટે જરૃરી કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. જે માટેના ગોળ કુંડાળા દોરવામાં આવ્યા છે. આ ઉપરાંત સેનેટાઈઝની વ્યવસ્થા તથા ટેમ્પરેચર માપવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જેના કારણે દરેક યાત્રિકને સેનેટાઈઝ થઈને નિયમો મુજબનું પાલન કરી પસાર થવું પડશે. કાર્તિકી પૂનમનો ધસારો રેહતો હોઈ ટ્રસ્ટના આયોજન મુજબ આરતી સવારે ૬ વાગ્યે શરૃ થશે. આરતી તથા દર્શનનો સમય રાબેતા મુજબ રહેશે. આ ઉપરાંત પ્રસાદ સરળતાથી મળી રહે તે માટેની અલાયદી વ્યવસ્થા કરવામાં આવેલ છે. કોરોના કારણે ચાલુ સાલે યાત્રિકોના પ્રવાહમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x