ગુજરાત

મોંઘવારીનો વધુ એક માર : માધુપુરામાં લાલ મરચાના હોલસેલ ભાવમાં કિલોએ રૂ.50 વધ્યા

અમદાવાદ :
અમદાવાદના માધુપુરા મસાલા બજાર અનુસાર, ઓછા પાક અને વધુ માગ હોવાને કારણે લાલ મરચાનો ભાવ અમદાવાદમાં ઓછામાં ઓછો 30% વધ્યો છે. અમદાવાદ માધુપુરા મહાજનના અંદાજ દર્શાવે છે કે લાલ મરચાંના જથ્થાબંધ ભાવ ગયા વર્ષે રૂ. 120 થી વધીને આ વર્ષે 170 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે. વધુ માગ અને મર્યાદિત લણણી સાથે લાલ મરચાના જથ્થાબંધ ભાવમાં વધારો થયો છે. ગુજરાતમાં 11299 હેક્ટરમાં સૂકા મરચાના વાવેતર સાથે 22051 ટન ઉત્પાદન 2019-20માં થયું હતું. જેની સામે ભારતમાં 7.33 લાખ હેક્ટર (18.11 લાખ એકર)માં 17.64 લાખ ટન ઉત્પાદન થયું હતું.
ભારતમાં 2400 કિલો એક હેક્ટરે ઉત્પાદન મેળવે છે. ગુજરાતના ખેડૂતો 1900 કિલો ઉત્પાદન મેળવે છે. ગોંડલમાં 2380 કિલો મરચા હેક્ટરે પાકે છે. મહેસાણામાં 2000 કિલો મરચા હેક્ટરે પાકે છે. 2080 ટન મરચા પંચમહાલમાં પાકે છે. દેશની સામે ઘણી ઓછી ઉત્પાદકતા ગુજરાતમાં મળી રહી છે. તેમાં 2020-21માં બિયારણ ખરાબ થઈ જવાના કારણે વાવેતરમાં 25 ટકા જેવો ઘટાડો થયો હોવાનો અંદાજ છે.ગુજરાતમાં સૌથી વધું 1380 હેક્ટરમાં 2760 ટન મરચા મહેસાણામાં પાકે છે.
બીજા નંબર પર દાહોદમાં 1305 હેક્ટરમાં 2375 ટન મરચા પેદા થાય છે. ત્રીજા ક્રમે સુરેન્દ્રનગરમાં 1118 હેક્ટરમાં 2236 ટન મરચા પાકે છે. તાપી ચોથા નંબર પર છે જ્યાં 1205 હેક્ટરમાં 2109 ટન સુકા મરચા પાકે છે. 5માં નંબર પર રાજકોટ-ગોંડલ આવે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x