ખેડબ્રહ્મામાં આજથી 7 દિવસ બજારો બપોરે ત્રણ વાગ્યા બાદ બંધ રહેશે
ખેડબ્રહ્મા :
ખેડબ્રહ્મા શહેરમાં કોરોનાના કેસો વધતાં નગર પાલિકાના પ્રમુખ તેમજ વેપારીઓ દ્વારા તા. ૩૦-૧૧-ર૦થી ૬-૧૨-૨૦૨૦ સુધી બપોરે ૩ વાગ્યા પછી બજાર બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. ખેડબ્રહ્મા શહેરમાં કોરોના ના કેસો વધી રહ્યા છે. જેને લઈને નગર પાલિકાના પ્રમુખ તેમજ વેપારીઓ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું કે, તલોદ, હિંમતનગર, ઈડર, વડાલીમાં ૪ વાગ્યા પછી બજાર બંધ કરવામાં આવે છે જેથી ખેડબ્રહ્મામાં પણ કોરોનાના કહેર ઓછો થાય તે માટે તા. ૩૦-૧૧-ર૦ થી ૬-૧૨-૨૦ ૭ દિવસ બપોરે ૩ વાગ્યા પછી બજાર સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. નોંધનીય છે કે, ખેડબ્રહ્મા તાલુકામાં અત્યાર સુધીમાં ૭૩ કેસ નોંધાયા છે. જેમાં શહેરી વિસ્તારમાં કુલ ૩પ અને ગ્રામ્ય વિસ્તારમાં ૩૮ કેસ નોંધાયા છે. જ્યારે જિલ્લામાં કુલ ૧૩ એક્ટિવ કેસ છે. જેમાં શહેરી વિસ્તારમાં ૭ અને ગ્રામ્ય વિસ્તારમાં છ કેસ નોંધાયા છે.