ગાંધીનગરગુજરાત

ગાંધીનગર ડેપોએ એક વર્ષમાં અઢાર કરોડની આવક મેળવી

ગાંધીનગર,

ગાંધીનગર એસ.ટી. ડેપો દ્વારા શહેરી બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. દિવસ દરમિયાન ૧૦૬ બસો થકી ૭૦૦ જેટલી ટ્રીપો ગાંધીનગર – અમદાવાદ વચ્ચે અવર જવર કરી રહી છે ત્યારે વર્ષ ૨૦૧૬માં ગાંધીનગર ડેપોને અઢાર કરોડ જેટલી આવક આ ટ્રીપો થકી પ્રાપ્ત થઇ છે. જે ગત વર્ષની આવક કરતાં ચાર ટકાનો વધારો થવા પામ્યો છે. આમ આગામી દિવસોમાં નવી બસો આવવાની સાથે ટ્રીપો વધશે અને આવકમાં પણ વધારો નોંધાશે.

ગાંધીનગર – અમદાવાદ વચ્ચે અવર જવર કરતાં મુસાફરો માટે એસટી ડેપો દ્વારા રોજની ૧૦૬ બસો દોડાવવામાં આવી રહી છે. જેનો રોજીંદી અવર જવર કરતાં મુસાફરો તેમજ અભ્યાસ અર્થે અમદાવાદ અને ગાંધીનગર તરફ આવન જાવન કરતાં વિદ્યાર્થીઓ પણ કરી રહ્યાં છે. ડેપો તંત્ર દ્વારા ૧૦૬ બસો થકી રોજની ૭૦૦ ટ્રીપો દોડાવવામાં આવે છે.

આમ ડેપો તંત્ર પણ મુસાફરોને વધુ સારી સુવિધા આપી શકે તે માટેના તમામ પ્રયત્નો કરી રહી છે અને બસો પણ માંગ પ્રમાણે દોડાવી રહી છે ત્યારે ડેપોની આવકમાં પણ દીન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. જે અંગે ડેપો મેનેજર કિર્તન પટેલે જણાવ્યું હતું કે, ગત વર્ષની આવક કરતાં આ વર્ષે ચાર ટકાનો વધારો નોંધાયો છે. આમ રોજની ૭૦૦ ટ્રીપો દોડાવીને ગાંધીનગર ડેપોએ વર્ષ ૨૦૧૬માં ૧૮ કરોડની આવક પ્રાપ્ત કરી છે.

આમ ગત વર્ષ કરતાં સરેરાશ આવકમાં વધારો નોંધાતાં આગામી દિવસોમાં નવી બસોની ફાળવણી કરાયા બાદ વધુ ટ્રીપોનું સંચાલન કરીને વધુ આવક પ્રાપ્ત કરવાનું  આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ઉપરાંત તહેવાર અને અન્ય રજાના દિવસોમાં પણ ડેપો તંત્ર દ્વારા વધારાની બસો દોડાવીને આવક પ્રાપ્ત કરવામાં આવી રહી છે જેથી ડેપોની આવકમાં પણ દિનપ્રતિદિન વધારો નોંધાઇ રહ્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x