ભૂતપૂર્વ વિકેટકીપર- બેટ્સમેન પાર્થિવ પટેલે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી લીધો સંન્યાસ
ભારતના ભૂતપૂર્વ વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલે બુધવારે (9 ડિસેમ્બર) ક્રિકેટના તમામ ફોર્મેટ માંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. 35 વર્ષીય પાર્થિવ પટેલ ભારત તરફથી 25 ટેસ્ટ, 38 વનડે અને ટી 20 માં રમ્યો હતો. ઘરેલું ક્રિકેટમાં તે 194 ફર્સ્ટ ક્લાસ મેચોમાં ગુજરાત તરફથી રમ્યો હતો. પાર્થિવ પટેલને 2002માં ભારતીય ટીમમાં રમવાનો મોકો મળ્યો હતો અને તેણે ટેસ્ટમાં સૌથી યુવા વિકેટકીપર બનીને રેકોર્ડ બનાવ્યો છે.
પાર્થિવ જ્યારે ભારતીય ટીમમાં પ્રવેશ કર્યો ત્યારે તે ફક્ત 17 વર્ષ અને 153 દિવસનો હતો. જો કે પાર્થિવની કારકિર્દીની શરૂઆત પોઝિટિવ નોટ પર થઈ હતી, પરંતુ દિનેશ કાર્તિક અને મહેન્દ્ર સિંહ ધોનીના આગમન પછી 2044માં તેમને તેની ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો હતો. પાર્થિવની રણજી ટ્રોફીની શરૂઆત નવેમ્બર 2004 માં અમદાવાદમાં થઈ હતી. અમદાવાદના રહેવાસી અને ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર અને બેટ્સમેન પાર્થિવ પટેલના સોશિયલ મીડિયા પર સંન્યાસને લઈને એક પોસ્ટ કરી છે.