મનોરંજન

આદિપુરુષ’: સૈફ અલી ખાન સામે ફરિયાદ, ટ્રેન્ડ થઇ રહ્યું છે #BoycottAdipurush

2020નું વર્ષ બોલિવૂડ માટે ખુબ જ ખરાબ રહ્યું છે. એક બાજુ કોરોના અને બીજી બાજુ ડ્રગ્સ અને સાથે સાથે અવનવા વિવાદોએ બોલિવૂડને ઘેરી રાખ્યું છે. બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન તેની અપકમિંગ ફિલ્મ ‘આદિપુરુષ’ને લઈને એક નિવેદન આપતા નવા વિવાદમાં ઘેરાઈ ગયા છે. સૈફ અલી ખાને ‘આદિપુરુષ’માં રાવણના રોલ અંગે વાત કરી હતી. સૈફે કહ્યું હતું કે ફિલ્મમાં લંકેશનું કેરેક્ટર ખરાબ નહીં હોય પરંતુ માનવીય તથા મનોરંજક બતાવવામાં આવશે. જો હવે આ વિવાદ વકરતો જોવા મળી રહ્યો છે.
બોલીવૂડ સ્ટાર સૈફ અલી ખાનને રાવણને દયાળુ ગણાવવાનુ નિવેદન આપવાનુ ભારે પડી ગયુ છે.. દિલ્હીમાં વિશ્વ હિન્દુ મહાસંઘ નામની સંસ્થાના પ્રદેશ અધ્યક્ષ રાજેશ તોમરે સૈફ અલી ખાન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તોમરે પોતાની ફરિયાદમાં કહ્યુ છે કે, સૈફ અલી ખાને જાણી જોઈને રાવણને દયાળુ ગણાવતી અને સીતાના હરણને વ્યાજબી ઠેરાવતી ટિપ્પણી ઈન્ટરવ્યૂમાં કરી હતી. જેનાથી તે સમાજમાં ધાર્મિક ટકરાવ વધારી શકે.આ નિવેદનથી કરોડો હિન્દુઓની આસ્થાને ધક્કો વાગ્યો છે.તેનાથી સમાજમાં શાંતિ ભંગ થવાનો પણ ખતરો છે.
સૈફની આ વાત પર યુઝર્સ ભડકી ગયા છે. યુઝર્સે સવાલ કર્યો હતો કે આખરે રાવણે સીતાનું અપહરણ કર્યું તે વાતને જસ્ટીફાઈ કેવી રીતે કરી શકાય? યુઝર્સે #BoycottAdipurush અને #WakeUpOmRaut જેવા હેશટૅગથી ફિલ્મનો બહિષ્કાર કરવાની માગણી કરી છે. અનેક યુઝર્સે સૈફને ફિલ્મમાંથી હાંકી કાઢવાની વાત કહી છે. ઉલ્લેખનીય છે કે, આદિપુરુષ મૂવી 2021માં રિલિઝ કરવાની યોજના છે.જેમાં બાહુબલી ફેમ પ્રભાસ ભગવાન રામની ભૂમિકામાં નજરે પડશે.જોકે સીતા અને લક્ષ્‍મણનો રોલ કોને અપાયો છે તે હજી સ્પષ્ટ થયુ નથી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x