સોનિયા ગાંધી છોડશે કોંગ્રેસ અધ્યક્ષ પદ : રાહુલ ગાંધી સંભાળશે કમાન
સોનિયા ગાંધી હવે બહુ જ જલ્દી કોંગ્રેસ પાર્ટીનું અધ્યક્ષ પદ છોડશે અને ત્યારે બાદ પાર્ટીની બાગડોર રાહુલ ગાંધી સંભાળી શકે છે. એટલે કે ૧૯૯૮ થી અધ્યક્ષ સોનિયા ગાંધી ૧૮ વર્ષ બાદ અધ્યક્ષ પદ છોડશે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સ્પેશીયલ સેશનમાં તેનું એલાન થઇ શકે છે. જાણકારોનું માનીએ તો આ સેશન અગામી મહીને અથવા નવેમ્બરમાં દિલ્હીમાં થઇ શકે છે. પ્રિયંકા ગાંધી પણ જનરલ સેક્રેટરીની જવાબદારી સંભાળી શકે છે.