આંતરરાષ્ટ્રીય

તુર્કીમાં આર્મીની બગાવત : તખ્તાપલટનો નિષ્ફળ પ્રયાસ

1d9a33d11ed57ea93d90495bbcf425d2_XL

તુર્કીમાં ગઇકાલે રાત્રે ર વાગ્યે સેનાના એક જુથે તખ્તાપલટનો પ્રયાસ કર્યો હતો જો કે તે નિષ્ફળ ગયો હતો. જે જુથે દેશ ઉપર કબજો કરવાના ઇરાદાથી હુમલો કર્યો હતો તે શરણે આવી ગયુ છે. સેનાના આ લોકોએ અંકારા ઉપર હુમલો કર્યો હતો આ હુમલામાં પોલીસવાળા સહિત ૨૦૦ના મોત થયા હતા. હુમલાખોરોએ હેલીકોપ્ટરથી બોંબમારો કર્યો હતો અને રોડ ઉપર ગોળીબાર કર્યો હતો. શરણે આવ્યા બાદ ટુંક સમયમાં સ્થિતિ સામાન્ય થઇ જશે. તુર્કીના રાષ્ટ્રપતિએ મુસ્લિમ ધર્મગુરૂ ગુલેનના સમર્થકો ઉપર આ કામ કરવાનો આરોપ મુકયો છે. આ ઘટનામાં ૧૫૦૦થી વધુની ધરપકડ  થઇ હતી.

       સંસદની બહાર બે વિસ્ફોટ થયાના પણ અહેવાલ છે. અંકારામાં અનેક મોટા મીલીટ્રી ઓફિસરોને વિદ્રોહી સેનાએ બંધક બનાવી લીધા છે. આર્મીએ સરકારી ટીવી પરથી જારી નિવેદનમાં જણાવ્યુ છે કે, અમે સત્તા પર કંટ્રોલ કરી માર્શલ લો લાગુ કર્યો છે અને હવે તુર્કીમાં નવુ બંધારણ આવશે. જો કે જનતાએ પણ આર્મીનો વિરોધ કર્યો છે અને આ વિરોધને કારણે સેનાને પીછેહઠ કરવી પડી છે.

      તુર્કીના પ્રમુખની અપીલ બાદ વિદ્રોહી સેના વિરૂધ્ધ શેરીઓમાં ઉતરી આવ્યા હતા અને ભારે વિરોધ કરવા લાગ્યા હતા. અનેક લોકો ટેન્કો આડે સુઇ ગયા હતા અને કેટલાકે સેનાની ગાડીઓને આગળ વધવા દીધી ન હતી. દરમિયાન તુર્કીના રાષ્ટ્રપતિને એક ખાસ વિમાન દ્વારા સલામત સ્થળે પહોંચાડી દેવાયા છે. આ પહેલા વિદ્રોહી સેનાએ અંકારામાં સંસદ ઉપર બોંબમારો કર્યો હતો અને લોકો ઉપર ગોળીબાર પણ કર્યો હતો. આ કાર્યવાહીમાં ૧ર૦ લોકોને ઇજા થઇ છે અને ૧૩૦ની ધરપકડ થઇ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x