ગાંધીનગર

ગાંધીનગરના ત્રણ સર્કલ પર ઓવરબ્રિજ બાંધવાની જાહેરાત

c509a4ea219c1d899c9876309fdc6b26_XL

ગાંધીનગર પાટનગરના હરણફાળ વિકાસની સાથે  ટ્રાફિકમા પણ નોંધપાત્ર વધારો થયો છે ત્યારે ભવિષ્યના સંભવિત ટ્રાફિકને ધ્યાનમાં રાખીને સરખેજ-ગાંધીનગર-ચિલોડા હાઈ-વે ને સિક્સલેન બનાવવાનો નિર્ણય લઈ આ પ્રોજેક્ટ અંતર્ગત ગાંધીનગર શહેરમા 150 કરોડના ખર્ચે ચ,ઘ, અને ખ સર્કલ પર એમ ત્રણ ઓવરબ્રિજ બાંધવાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે.
 રાજ્યના માર્ગ અને મકાન તથા પાટનગર યોજના વિભાગના મંત્રી શ્રી નીતિનભાઈ પટેલે આ અંગે વિગતો આપતા જણાવ્યું કે રાજ્ય સરકારની ભલામણને પગલે કેન્દ્ર સરકાર તરફથી તેનો ખર્ચ પણ મંજુર કરી દેવામાં આવ્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x