મનોરંજન

કંગનાએ કહ્યું-ઋત્વિક ક્યાં સુધી રડીશ.એક નાનકડાં અફેર માટે?

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત અને સુપરસ્ટાર ઋત્વિક રોશનનું ચેપ્ટર સોમવારે ફરી એક વખત ખુલી ગયુ છે. ખરેખરમાં ઋત્વિક રોશનની એફઆઈઆર જે તેણે વર્ષ 2016માં દાખલ કરી કહતી. સાઇબર સેલથી ક્રાઇમ બ્રાન્ચ ક્રાઇમ ઇન્ટેલિજન્સ યૂનિટમાં સ્થાનાંતરિત કરી દેવામાં આવી છે. આ FIRમાં ઋત્વિક રોશન એ આરોપ લગાવ્યો હતો કે કંગના રનૌતના ઇમેઇલ આઈડીથી તેને વર્ષ 2013-2014માં ઘણા ઇમેઇલ્સ મળ્યાં હતાં. એક ખાનગી ચેનલ દ્વારા ચલાવવામાં આવેલાં આ સમાચાર પર પ્રતિક્રિયા આપતા કંગનાએ એક ટ્વિટ કર્યું છે.
આ ટ્વિટમાં કંગનાએ લખ્યું છે કે, ‘તેની વાર્તા ફરી શરૂ થઇ ગઇ છે. અમારા બ્રેકઅપ અને તેમનાના છૂટાછેડાનાં ઘણા વર્ષો બાદ પણ તે આગળ વધવા નથી ઇચ્છતો. જ્યારે હું મારા અંગત જીવનમાં કંઇ મેળવવાં હિંમત ભેગી કરુ છુ તો તે ફરીથી તે જ ડ્રામા શરૂ કરી દે છે. ઋત્વિક ક્યાં સુધી રડીશ. એક નાનકડાં અફેર માટે?

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x