રાજ્યમાં શાળાઓ ખોલાશે ? શિક્ષણમંત્રીએ આપ્યું મોટું નિવેદન
અમદાવાદ :
રાજ્યમાં શાળા ખોલવા બાબતે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું શાળાઓ ખોલવાની જ છે, હાઇ પાવર કમિટીના નિર્ણય બાદ શાળાઓ ખુલશે. ક્યારે શાળા ખોલવી તે બાબતે શિક્ષણ મંત્રીનો ગોળ ગોળ જવાબ આપ્યો હતો. મુખ્યમંત્રી સાથે ચર્ચા બાદ નિર્ણય લેવાશે તેવું રટણ કર્યું હતુંશાળા ખોલવા કે ન ખોલવા અંગે સરકારે ઝડપી નિર્ણય લેવા વાલીઓએ અપીલ કરી રહ્યા છે. ત્યારે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ 3 દિવસ અગાઉ કહ્યું હતું કે, ગુજરાતમાં હાલ શાળા શરૂ કરવા અંગે કોઇ વિચારણા નહીં. માસ પ્રમોશન અંગે પણ સરકારનો કોઇ નિર્ણય નહીં. યોગ્ય સમયે નિર્ણય લેવાશે, હાલ કોઇ ચર્ચા નહીં