હત્યાના ઈરાદે હથિયાર સાથે નીકળેલા બે ઇસમોને દહેગામ પોલીસે ઝડપી લીધા
ગાંધીનગર જીલ્લામાંથી ગેરકાયદેસર પ્રવૃતિ નેસ્તનાબુદ કરવાની સુચના અન્વયે દેહગામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.કે. રાઠોડની સુચના અન્વયે પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.જે.સોલંકી તથા અ.હે.કો. ઘનશ્યામસિંહ, અ.હે.કો. નૈલેશકુમાર થતા સ્ટાફના માણસો દહેગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પો.સ.ઇ. પી.જે.સોલંકીને મળેલ ખાનગી બાતમી મળેલ કે, બે ઇસમો એક સફેદ રંગની મારૂતી સ્વીફ્ટ ગાડી નંબર જીજે.૨૭.કે.૧૫૦૭ માં ગેર કાયદેસર હથીયાર લઇ અમદાવાદ તરફથી દહેગામ થઇને મોડાસા તરફ રાજસ્થાન બાજુ જનાર છે જે મળેલ બાતમી હકીકત આધારે પોલીસે વોચ ગોઠવી હતી.
બાતમી હકીકત વાળી ગાડી અમદાવાદ તરફથી આવતી જણાંતા પોલીસ સ્ટાફ દ્વારા જરૂરી આડાશોથી રોકી લીધેલ અને ડ્રાઇવર સીટ ઉપર બેઠેલ સંદીપ રામગોપાલ પાંડે (રહે. મકાઈની પાસે વિરાજ ફ્લેટ પહેલો માળ મકાન નંબર 201 સિંગરવા અમદાવાદ) ને ઉતારી સીટ નીચે તપાસ કરતા સિલ્વર પિસ્તોલ મળી હતી. જ્યારે બાજુમા બેસેલા નિતેશ ઉર્ફે અનિલ ઉર્ફે છોટા કચોરી રામજીવણ ખટીક (રહે- એન. 101 સીતારામ સીટી ઓનેસ્ટ ચાર રસ્તા પાસે ઓઢવ અમદાવાદ) પેન્ટમાં ભરાયેલી ૩ નંગ જીવતા કારતૂસ સાથેની સિલ્વર પિસ્તોલ મળી હતી. દહેગામ પોલીસ મથક વિસ્તારમાંથી બેન પિસ્તોલ સાથે ઝડપાયેલા યુવાનો પૈકી સંદીપ રામગોપાલ પાંડે વસ્ત્રાલની મહાકાળી સોસાયટીમાં રહેતા રવિ નેમિચંદ ખટીક સાથે થોડા વર્ષો અગાઉ ધોરણ 11 અને 12માં સાથે ભણતા હતા.
તે વખતે તેની સાથે નાનો મોટો ઝઘડો થતાં સમય જતા ઝગડો મોટો થયો હતો. ત્યારથી એકબીજાને દુશ્મન સમજતા હતા થોડા માસ અગાઉ રવિ ખટીક કોઈ ગુનામાં જેલમાં ગયો હતો અને તે પહેલા સંદીપના ઘરે આવી મારામારી કરી હતી અને જેલમાંથી છૂટી બહાર આવે તે પહેલા સંદિપને તેનું ખૂન કરી નાખશે ટીવી માહિતી મળતા તેણે રવિ ખૂન કરે તે પહેલા સંદિપ તેનું કાસળ કાઢી નાખે તે માટે સેંધવાના રોકી સરદાર પાસેથી આકાશ શેખાવત (રહે-નયાબાસ રાજસ્થાન)વાળા મિત્રની મદદથી 28 હજારમાં બે પિસ્તોલ ખરીદી હતી.