ગાંધીનગર

ગુજરાત જમીન વિકાસ નિગમના વર્ગ-3 નિવૃત્ત કર્મચારી પાસેથી એક કરોડથી વધુની બેનામી સંપત્તિ મળી આવતા તેની વિરુદ્ધ અપ્રમાણસર મિલ્કતનો ગુનો દાખલ કર્યો

ગાંધીનગર : એન્ટી કરપ્શન બ્યુરોએ ગુજરાત જમીન વિકાસ નિગમની કચેરી, તાપીના ફિલ્ડ આસીસ્ટન્ટ ( વર્ગ-3)ની પાસેથી એક કરોડથી વધુની બેનામી સંપત્તિ મળી આવતા તેની વિરુદ્ધ અપ્રમાણસર મિલ્કતનો ગુનો દાખલ કર્યો છે.તાપી વ્યારાના હાલ નિવૃત્ત ફિલ્ડ આસીસ્ટન્ટ રામભાઈ કમાજી ઠાકોરની વિરુદ્ધ અપ્રમાણસર મિલ્કતની તપાસ શરૂ કરવામાં આવી હતી. તેમણે પોતાના તથા પત્નીના નામે મોટાપાયે મિલકતો એકત્ર કરી હતી. તેમની પાસેથી હોદ્દાને અનુસાર મળતા પગાર તથા ભથ્થા ઉપરાંત મોટાપાયે સંપત્તિ મળી આવતા કેસ કરવામાં આવ્યો હતો. ઘટનાને પગલે જમીન વિકાસ નિગમમાં ચકચાર મચી હતી.કાયદેસરની આવક કરતાં 138% વધુરામભાઈ ઠાકોર પાસેથી તેમની કાયદેસરની આવક કરતા અધધ 138 ટકા વધુ એટલે કે કુલ રૂ. એક કરોડ બે લાખ પંદર હજાર સાતસો સુડતાલીસ રુપિયાની અપ્રમાણસર મિલ્કત મળી આવી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x