મનોરંજન

સુલતાન બની ફક્ત 4 દિવસમાં ૨૦૧૬ની સૌથી વધુ કમાણી કરતી ફિલ્મ

151e7f346a3cc480c1121a28cdb2ea01_XL

સલમાન ખાનની ‘સુલતાન’ ફક્ત ચાર જ દિવસમાં ૨૦૧૬ની સૌથી વધુ બિઝનેસ કરતી ફિલ્મ બની છે.

આ ફિલ્મે ચાર દિવસમાં ૧૪૨.૬૨ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. બુધવારે રિલીઝ થયેલી ‘સુલતાન’એ પહેલા દિવસે ૩૬.૫૪ કરોડ, ગુરુવારે ૩૭.૩૨ કરોડ, શુક્રવારે ૩૧.૬૬ અને શનિવારે ૩૭.૧૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મે ગઈ કાલે પણ ખૂબ સારો બિઝનેસ કર્યો હશે એવી આશા રાખવામાં આવી છે.

સલમાન ખાનની ‘સુલતાન’ બૉક્સ-ઑફિસ પર ખૂબ જ ધમાલ મચાવી રહી છે ત્યારે ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં આવેલી કોર્ટમાં ‘સુલતાન’ અને એની સાથે સંકળાયેલી તમામ વ્યક્તિ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સાબિર અન્સારી નામના માણસે સલમાન ખાન, અનુષ્કા શર્મા, ડિરેક્ટર અલી અબ્બાસ ઝફર અને યશરાજ ફિલ્મ્સ વિરુદ્ધ આ ફરિયાદ દાખલ કરી છે. તેનું કહેવું છે કે આ ફિલ્મ તેના જીવન પરથી બનાવવામાં આવી છે, જે બદલ અલી અબ્બાસ ઝફરે તેને વીસ કરોડ રૂપિયા રૉયલ્ટી તરીકે આપવા જણાવ્યું હતું અને ફિલ્મ બૉક્સ-ઑફિસ પર ખૂબ જ બિઝનેસ કરી રહી હોવા છતાં તેને હજુ પૈસા ચૂકવવામાં નથી આવ્યા. આ ફરિયાદની સુનાવણી આવતી કાલે કરવામાં આવશે એવી વાતો ચાલી રહી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x