વ્હાઇટ હાઉસમાં એશિયન ડાયસ્પોરાનો દબદબો : જો બાઇડેને વ્હાઇટ હાઉસમાં 20 ભારતીય અમેરિકનોની નિમણૂક કરી
વોશિંગ્ટન :
અમેરિકાના પ્રમુખ તરીકે ચૂંટાયેલા જો બાઇડેને વ્હાઇટ હાઉસ ચલાવવા બે કાશ્મીરી મહિલાઓ સહિત 20 ભારતીય અમેરિકનોની અલગ અલગ જગ્યાએ નિમણુંક કરીને પોતાના નીતિને સ્પષ્ટ કરી હતી. કુલ અમેરિકનોમાં માત્ર એક ટકા જ વસ્તી ધરાવતા ભારતીયો માટે આ એત ગૌરવની વાત છે. નિમણુંક પામેલાઓ પૈકી 17 જણા વ્હાઇટ હાઉસમાં બેસીને કામ કરશે. નીરા ટંડનને અત્યંત શક્તિશાળી સમિતિ બજેટ અને મેનેજમેન્ટના ડાયરેકટર નિમવામાં આવ્યા હતા.
20 જાન્યુઆરીએ અમેરિકાના 46માં પ્રમુખ તરીકે 78 વર્ષના જો બાઇડેનના શપથ લેવાશે. અમેરિકાના ઇતિહાસમાં પહેલી જ વાર એક મહિલા(ભારતીય અમેરિકન કમલા હેરિસ)ને ઉપ પ્રમુખ બનાવવામાં આવશે.56 વર્ષના કમલા હેરિસ ભારતીય મૂળના પ્રથમ આફ્રીકન-અમેરિકન છે જેમને અમેરિકાના ઉપ પ્રમુખપદે બેસાડવામાં આવશે.
ભારતીય અમેરિકનોની યાદીમાં સૌથી ટોચ પર નિમાયેલાઓમાં ં નીરા ટંડન ઉપરાંત ડોકટર વિવેક મૂર્તિનો પણ સમાવેશ થાય છે જેઓ યુએસ સર્જન જનરલ નિમાયા હતા.ન્યાય વિભાગના એસોસિએટેડ એટર્ની જનરલ તરીકે વનિતા ગુપ્તાને નિમવામાં આવ્યા હતા.ભારતીય અમેરિકનો ઉપરાંત એક પાકિસ્તાની, એક બાંગ્લાદેશી અને એક શ્રીલંકનને પણ મહત્તવના સૃથાને નિમ્યા.
ત્યાર પછી ઉઝરા ઝેયાને સિવિલિયન સીક્યોરિટી,ડેમોક્રેસી અને હ્યુમન રાઇટ્સના અંડર સેક્રેટરી ઓફ સ્ટેટ બનાવ્યા હતા. અગાઉ ઉઝરા ઝેયા વિદેશ સેવામાં હતા.’પાછલા અનેક વર્ષોમાં ભારતીય અમેરિકન સમુદાયે જાહેર જીવનમાં જો પ્રતિબધૃધતા દર્શાવી હતી તેને અમેરિકન વહીવટકર્તાઓએ હવે ઓળખી છે.મને ખાસ તો એટલા માટે આનંદ થાય છે કે આમા મહિલાઓની સંખ્યા વધુ છે. આપણા સમાજે ખરેખર અમેરિકાની સેવા કરી છે’એમ ઇન્ડિયાડાયસ્પોરાના સૃથાપક એમ.આર.રંગાસ્વામીએ કહ્યું હતું.
ઉચ્ચ હોદ્દા મેળવનાર અન્ય ભારતીય અમેરિકનોમાં ભાવિ પ્રથમ મહિલા જીલ બાઇડેનના પોલીસી ડાયરેકટર તરીકે માલા અડિગાને નિમવામાં આવ્યા હતા. ગરિમા વર્માને ે ડો.જીલ બાઇડેનના ડિજીટલ ડાયરેકટર ઓફ ઓફિસ બનાવવામાં આવ્યા હતા.
એવી જ રીતે એક અન્ય મહિલા સબરિના સિંહ વ્હાઇટ હાઉસ ખાતે નાયબ પ્રેસ સેક્રેટરીની જવાબદારી નિભાવશે. પહેલી જ વાર બે કાશ્મીરી મહિલાઓ આઇશા શાહ અને સમીરા ફાઝલીને પણ લ્હાઇટ હાઉસમાં મોટી જવાબદારી અપાઇ હતી. તો ભરત રામામૂર્તિને નેશનલ ઇકોનોમિક કાઉન્સિલના ડેપ્યુટી ડાયરેકટર બનાવવામાં આવ્યા હતા.
પ્રેસિડેન્ટ પર્સોનલ તરીકે ગૌતમ રાઘવન રહેશે અને વિનય રેડ્ડી બાઇડેનના ભાષણો લખવા માટેની ટીમના ડાયરેકટર નિમવામાં આવ્યા હતા. યુવા ગુજરાતી વેદાંત પટેલ બ્રિફિંગ રૂમમાં પ્રમુખના સહાયક પ્રેસ સેક્રેટરી તરીકે કામ કરશે. ઉપરાંત તરૂણ છાબરા, સુમોના ગુહા, શાંતિ કલાિથલ, સોનિયા અગ્રવાલ અને વિદુર શર્મા પણ વ્હાઇટ હાઉસમાં બાઇડેનની ટીમમાં કામ કરશે. વ્હાઇટ હાઉસ કાઉન્સિલ ઓફિસમાં નેહા ગુપ્તા જ્યારે ડેપ્યુટી એસોસિએટ કાઉન્સિલ તરીકે રીમા શાહ ફરજ બજાવશે.
વ્હાઇટ હાઉસના 20 ભારતીય અમેરિકન અધિકારીઓ
વેદાંત પટેલ, રીમા શાહ,નીરા ટંડન, ડો.વિવેક મૂર્તિ,વનિતા ગુપ્તા,ઉઝરા ઝેયા, માલા અડિગા, ગરિમા વર્મા, સબરિના સિંહ, આઇશા શાહ, સમીરા ફાઝલી, ભરત રામામૂર્તિ, ગૌતમ રાઘવન, વિનય રેડ્ડી,તરૂણ છાબરા, સુમોના ગુહા,શાતિ કલાિથલ,સોનિયા અગ્રવાલ, વિદૂર શર્મા, નેહા ગુપ્તા.