આઈફા-19 ભારતીય કલાકારોને શ્રદ્ધાંજલિ આપશે
મુંબઇ :
૫૧મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (આએફએફઆઇ) ૧૯ ભારતીય અને નવઆંતરાષ્ટ્રીય ફિલ્મ પર્સનાલિટીઓ જેમના ગયા વરસે નિધન થયા છે, તેમની ફિલ્મોની સ્ક્રિનિંગ કરીને શ્રદ્ધાંજલિ આપવાના છે.
આએફએફઆઇના અધિકારીએ જણાવ્યું હતું કે, કમભાગ્યે આપણે ગયા વરસે આપણે ઘણા જિનિયસ ફિલ્મ કલાકારોને ગુમાવ્યા છે. જેમનું ફિલ્મોમાં મહત્વનું યોગદાન રહ્યું છે. તેથી અમે તેમના કામના સમ્માન રૂપે તેમની ફિલ્મોની સ્ક્રિનિંગનો નિર્ણય લીધો છે.
જેમાં ઇરફાન ખાનની પાન સિંહ તોમર, રિશી કપૂરની બોબી, સુશાંત સિંહ રાજપૂતની કેદારનાથનો સમાવેશ થાય છે. જેને ગોવાના ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવામાં આવશે. સુશાંતની ફિલ્મ છિછોરેનું પણ ઇન્ડિયન પેનોરોમા સેકશન હેઠળ સ્ક્રિનિંગ કરવામા ંવશે.
કોશ્ચ્યુમ ડિઝાઇનરભાનુ અથૈયા જેમણે ૧૯૮૩માં ફિલ્મ ગાંધી માટે પ્રથમ ઓસ્કાર એવોર્ડ મેળવ્યો હતો તેમની ફિલ્મનું સ્ક્રિનંગ કરીને સમ્માનિત કરવામા ંઆવશે. મિશન કાશ્મીરનું ગીત બુમરોના રચયિતા રાહત ઇંદોરને પણ એ જ ફિલ્મનું સ્ક્રિનિંગ કરીને સમ્માનિત કરવામાં આવશે. સરોજ ખાનનટ્બ્યિુટ આપવા માટે દેવદાસ ફિલ્મનું સ્ક્રિનિંગનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ ઉપરાંત ગાયક એસ પી બાલાસુબ્રમ્હણ્યમ, સોમિત્ર ચેટર્જી, બાસુ ચેટર્જી, વાજિદ ખાન, સરોજ ખાન, નિશિકાન્ત કામત, રાહત ઇંદોરી, જગદીપ, નિમ્મી, શ્રીરામ લાગુ, અજીત દાસ, મનમોહન મહાપાત્રા, બિજોય મોહન્તી, ભાનુ ઐથૈયા, યોગેશ ગોરની ફિલ્મોનું પણ સ્કિર્નિંગ કરવામાં આવશે.