ગાંધીનગર

સરગાસણ વિસ્તારમાં સીટી બસની શુભ શરૂઆત : પ્રયાસ ચેરિ. ટ્રસ્ટ – TP9 વસાહતી એસો. સ્વાગત કર્યું

આજે તારીખ 18-01-2021 થી TP9 સરગાસણ વિસ્તારમાં સીટી બસની શુભ શરૂઆત થઇ. પ્રથમ બસ સવારના 6.00 વાગે પથિકાશ્રમથી પ્રસ્થાન થઇ ને TP9 મા દાખલ થઇ ત્યારે પ્રયાસ ચેરિટેબલ ટ્રસ્ટ – TP9 વસાહતી એસોસિએશન દવારા સ્વાગત કરવામાં આવ્યું. આપણા વિસ્તારના રહીશોની હાજરીમાં પ્રમુખ એલીઝીયમ ના રહીશ ઇન્દ્રવદનભાઈ તેમજ દિવ્ય સંસ્કાર ના રહીશ કનુભાઈ દવારા ધાર્મિક વિધિ કરવામાં આવી. આજે પ્રથમ બસ મા પંદર લોકો એ મુસાફરી કરીને શુભકામના વ્યક્ત કરી. સર્વે દવારા બસની સુવિધા પુરી પાડવા બદલ મેયરશ્રી ગાંધીનગર નો આભાર વ્યક્ત કર્યો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x