સમૂહલગ્નમાં હાજરી આપવા આવેલા BJP સાંસદ સાથે લાફાવાળી
સુરેન્દ્રનગર:
સુરેન્દ્રનગરના રતનપરમાં રહેતા અને રાજયસભાના ભાજપી સાંસદ શંકરભાઇ વેગડ રવિવારે સમૂહલગ્નોત્સવમાં હાજરી દેવા ગયા હતા. ત્યારે તેમના પ્રવચન દરમીયાન એક શખ્સે સ્ટેજ પર ધસી આવીને તેમના હાથમાં માઇક ઝૂંટવી લીધુ હતુ. ત્યારબાદ સાંસદને ફડાકાવાળી કરતા ચકચાર ફેલાઇ હતી. જયારે અન્ય એક કાર્યક્રમ દરમિયાન સાંસદને આ અંગે પૂછતા તેઓએ આવો બનાવ બન્યો જ ન હોવાનું રટણ રટ્યુ હતુ.