આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

ઉરી હુમલા બાદ ભારત દ્વારા રૂ. 20 હજાર કરોડના હથિયારોની ઈમરજન્સી ખરીદી

નવી દિલ્હી : ઉરી આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાઓને સજ્જ કરવા માટે મોદી સરકારે રૂ. 20 હજાર કરોડના દારૂગોળા અને સ્પેર-પાર્ટ્સની ઉતાવળે ખરીદી કરી છે. જેથી ‘ભારે યુદ્ધ’ની સ્થિતિમાં આ પુરવઠો દસ દિવસ સુધી ચાલે.
એક અંગ્રેજી અખબારે સંરક્ષણ મંત્રાલયના સૂત્રોના હવાલાથી દાવો કર્યો છે કે, ઉતાવળે કરવામાં આવેલી ખરીદીનો હેતુ દસ દિવસની ભારે લડાઈ થાય તો પણ દારૂગોળા, સ્પેરપાર્ટ્સ, તથા અન્ય સાધનોની ચિંતા ન રહે તેટલો સામાન એકઠો કરવાનો હતો. આ ખરીદી મુખ્યત્વે રશિયા, ફ્રાન્સ અને ઈઝરાયેલ પાસેથી કરવામાં આવી હતી.
શું ખરીદી થઈ?
– વાયુદળે મિરાજ-2000, સુખોઈ-30MKI, તથા MiG-29 અને ફાલ્કન AWACSની ખરીદી કરી. અલગ-અલગ લગભગ 43 કોન્ટ્રાક્ટ માટે રૂ. 9200 કરોડ ખર્ચવામાં આવ્યા.
– સેનાએ રશિયન કંપનીઓ સાથે દસ જેટલા કરાર કર્યાં. રૂ. 5800 કરોડના ખર્ચે ટી-90 તથા ટી-72 ટેન્કના ગોળા, એન્ટી-ટેન્ક ગાઈડેડ કોનકૂર મિસાઈલ્સ, સ્મર્ચ રોકેટ્સની ખરીદી કરવામાં આવી.
– સૈન્ય સૂત્રોના હવાલાથી દાવો કરવામાં આવ્યો છે કે, હવે ભારતીય સેનાઓ ‘ગમે તેવી સ્થિતિ’ને પહોંચી વળવા સજ્જ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x