Uncategorizedગાંધીનગર

કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન બીબીએ કોલેજ દ્વારા “પ્રેક્ટિકલ એસ્પેક્ટ્સ ઓફ માર્કેટિંગ” વિષય અંતર્ગત વર્કશોપ નું આયોજન

ગાંધીનગર :

ગાંધીનગર ની કડી સર્વ વિશ્વ વિદ્યાલય સંલગ્ન બી.પી.કોલેજ ઓફ બીઝનેસ ઍડમિનીસ્ટ્રેશન (બી.બી.એ) ના  તૃતીય વર્ષના ૬૦ વિદ્યાર્થીઓ જોડાયા હતા. માર્કેટિંગ ક્ષેત્રે સફળ કારકિર્દીના ઘડતર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આચાર્ય ડો.રમાકાંત પૃષ્ટિ ઉપસ્થિત રહ્યા હતા તેમજ આજના મુખ્ય વક્તા પ્રતિશ યાજ્ઞિક (બીજનેસ મેનેજર-ટ્રોઇકા ફાર્માસ્યુટિકલ લી ને આવકાર્યા હતા. કોલેજ તરફથી ઉપાચાર્ય તેમજ પ્લેસમેન્ટ અને ટ્રેનીંગ કમિટીનાં હેડ ડો.જયેશ તન્ના દ્વારા મુખ્ય વક્તા નો પરિચય આપવામાં આવ્યો હતો. પ્રતિશભાઈ દ્વારા વિદ્યાર્થીઓને ખુબ મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આજના તજજ્ઞ વક્તા જે આજે પ્રોફેશનલ ટ્રેનર તરીકે તાલીમ આપે છે. ડો.જયેશતન્ના સાહેબ દ્વારા સાંપ્રત વિષય પર વિદ્યાર્થીઓને પ્રાથમિક માહિતી આપી વર્કશોપ માટે સુસજ્જ કર્યા હતા. જેમાં ગ્રાહક નો સંતોષ, પ્રાથમિક જરૂરિયાત, માઇન્ડ સેટ, વ્યૂહરચના, નેતૃત્વ, યોગ્ય પ્લાનિંગ વગેરે મુદાઓ પર સુંદર છણાવટ કરી હતી.પ્રિતેશભાઇ દ્વારા વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ કારકિર્દી ના ઘડતર માટે પહેલા આંતરિક રીતે વ્યક્તિનો વિકાસ થાય તેમજ તે પોતાના ધ્યેયને પામવા કઈરીતે અગ્રેસર થઈ શકેતે બાબતે તલસ્પર્શી માહિતી આપી હતી.વિદ્યાર્થીઓને માર્કેટિંગ માં કારકિર્દી ઘડવા માટે પહેલાથી જે તે ક્ષેત્ર માટે પુરતી સમજ કેળવવી જોઈએ.તેમજ તેમને માર્કેટિંગ ક્ષેત્રમાં રૂચી હોય તો તેમાં આગળ વધવું જોઈએ બીજાની સફળતા કે સલાહ મુજબ પોતે પણ શ્રેષ્ઠ કારકિર્દી નું ઘડતર કરશે તેમ સમજવા ના બદલે પોતાની આંતરિક શક્તિ ને ઓળખી મેનેજમેન્ટ ના ઉપરોક્ત ક્ષેત્રને પસંદગી કરવી જોઈએ વધુમાં તેમને જણાવ્યું કે મેનેજમેન્ટ ના તમામ ક્ષેત્રમાં ખુબ  ઉજવવળ તકો છે.પરંતુ વિદ્યાર્થી ને પોતાની રૂચી તેમજ તેની આવડત ને આધારે કારકિર્દી ઘડતર નો મહત્વ નો નિર્ણય લેવો જોઈએ. તાલીમ અને વિકાસ એ કોઈપણ ઓર્ગેનાઈઝેશન ને સરળતાપૂર્વક તેમજ સફળતાપૂર્વક ચલાવવા જરૂરી પાસાઓ છે. સાથેસાથે તેઓએ જણાવ્યું હતું.કે તેઓ બીબીએ ના વિદ્યાર્થીઓને ઉપરોક્ત ક્ષેત્રમાં ઇન્ટર્નશીપ તેમજ જોબ પ્લેસમેન્ટ માટે મદદરૂપ થશે. પરંતુ પહેલા વિદ્યાર્થી ને પોતે યોગ્ય વિકલ્પની પસંદગી કરવી પડશે. સાથે સાથે વિદ્યાર્થીઓ ને ઈન્ટરવ્યું માટેની તૈયારી બાબતે પણ ખુબ ઉપયોગી માર્ગદશન આપ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીનગર ની બીબીએ કોલેજ વિદ્યાર્થીઓ ને પ્લેસમેન્ટ તેમજ ઇન્ટર્નશીપ બાબતે વર્ષપર્યંત પ્રયત્નશીલ રહે છે. સાથે સાથે સમગ્ર વરહ દરમ્યાન અભ્યાસક્રમ ની સાથે સાથે વિવિધ વિષયો પર ગુણવત્તા સભર તાલીમ વર્ગ નું પણ આયોજન કરે છે. જે તેઓ માટે ખુબ ઉપયોગી સાબિત થશે.

સમગ્ર વર્કશોપ નું સફળતાપૂર્વક આયોજન કોલેજ નાં આચાર્ય ડો.રમાકાંત પૃષ્ટિ, ઉપાચાર્ય તેમજ પ્લેસમેન્ટ તેમજ ટ્રેનીંગ કમિટી નાં હેડ ડો.જયેશ તન્ના,ડો.પ્રજ્ઞેશ નવલખા,ડો માર્ગી દેસાઇ,ડો અમિતા પ્રજાપતિ,ડો.આશિષ ભુવા, ધર્મેન્દ્ર રાઠોડ  દ્વારા સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x