કાશ્મીર ડેઃ નવાઝ-અજીજના ભારત પર શાબ્દિક પ્રહાર, PoKમાં પાક.નો વિરોધ
ઈસ્લામાબાદ:
રવિવારે પાકિસ્તાન દ્વારા ‘કાશ્મીર દિવસ’ની ઉજવણી કરવામાં આવી રહી છે, આ નિમિત્તે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીર મુખ્ય મુદ્દો છે, જેનો હલ લાવ્યા વગર આ વિસ્તારમાં શાંતિ આવી શકેશે નહીં. તો સરતાઝ અજીજે કહ્યું કે બુહરાન વાનીનું મોત કાશ્મીર માટે એક ટર્નિંગ પોઈન્ટ હતું અને વાનીના મોત બાદ ફાટી નિકળેલી હિંસાને યુવાનોનું આંદોલન હતુ. પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરના નાગરિકોએ પાકિસ્તાની સરકારના દમન વિરૂદ્ધ દેખાવો યોજ્યાં હતાં.