હે મા માતાજી! તો શું જેઠાલાલ-દયાભાભીના લાડલા ટપુડાને ફૉરેન મોકલી દેવાશે
મુંબઈઃ ‘
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માંથી ટપુ એટલે કે ભવ્ય ગાંધી નીકળી ગયો છે. હાલમાં સીરિયલના મેકર્સ નવા ટપુની શોધ ચલાવી રહ્યાં છે. જોકે, એક ચર્ચા એવી પણ છે કે જો મેકર્સને યોગ્ય ટપુ નહીં મળે તો તેઓ સીરિયલમાં ટપુને વિદેશ મોકલી દેશે અને આ રીતે નવો ટપુ આવશે જ નહીં.
ચાલી રહ્યાં છે ઓડિશનઃ
ટપુ તરીકે ભવ્ય ગાંધીએ એક અલગ ઓળખ બનાવી હતી. આથી જ મેકર્સ માટે નવો ટપુ શોધવો ઘણો જ મુશ્કેલ છે. હાલમાં ટપુના પાત્ર માટે ઓડિશન થઈ રહ્યાં છે પરંતુ હજી સુધી નવો ટપુ મળ્યો નથી. આથી એક ચર્ચા એવી પણ થઈ રહી છે કે જો યોગ્ય ટપુ નહીં મળે તો દયા-જેઠાનાં આ દીકરાને વધુ અભ્યાસ અર્થે વિદેશ મોકલી દેવામાં આવશે અને ટપુનું પાત્ર જ નીકાળી દેવામાં આવશે. જોકે, હજી સુધી ટપુના પાત્રને લઈ કંઈ જ ફાઈનલાઈઝ થયું નથી.

અસિત મોદીએ કર્યો ઈનકારઃ
divyabhaskar.comએ સીરિયલના પ્રોડ્યુસર અસિત મોદી સાથે આ અંગે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેમણે એટલું જ કહ્યું કે ટપુને લઈને જે પણ ચર્ચા થઈ રહી છે, તે માત્ર વાતો છે. તેમને આ અંગે કંઈ જ ખ્યાલ નથી.