ગાંધીનગરગુજરાત

ગાંધીનગર જિલ્લાના ચાર હજાર યુવાનોને રોજગારીની તક મળશે

ગાંધીનગર,
રાજ્ય સરકાર દ્વારા બેરોજગાર યુવાનોને રોજગારી આપવા માટે તા.૧૧થી ૧૭ ફેબુ્રઆરી દરમ્યાન મેગા જોબ ફેર યોજવાનું નક્કી કરાયું છે. જેમાં ૧૧ સ્થળોએ આ ભરતી મેળા થશે. ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી તેમજ અમદાવાદ જિલ્લા માટે તા.૧૧ ફેબુ્રઆરીએ અમદાવાદની એમ.જી.સાયન્સ કોલેજ, નવરંગપુરા ખાતે સવારે નવ વાગ્યાથી શરૃ થનાર આ જોબ ફેરમાં ગાંધીનગર જિલ્લાના બેરોજગાર યુવાનો પણ ભાગ લઈ શકશે.

તા.૧૧મી ફેબુ્રઆરીએ યોજાનારા આ ભરતી મેળામાં રજીસ્ટ્રેશન માટે www.gandhinagar. gujarat. gov.in તથા www.employment. gujarat. gov.in ઉપર રજીસ્ટ્રેશન કરાવી શકાશે. ભરતી મેળાને લગતી તમામ વિગતો આ વેબસાઈટ ઉપરથી યુવાનોને મળી શકશે. આજે જિલ્લા કલેકટર સતીષ પટેલે જિલ્લાના ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ તેમજ ખાનગી એકમોના સંચાલકો સાથે બેઠક કરી હતી અને જિલ્લામાં ચાર હજાર જેટલા યુવાનોને રોજગારી મળી શકે તેવો આગ્રહ રાખવામાં આવ્યો હતો. આ એકમોએ પણ તેમને વિવિધ પ્રોજેકટોમાં યુવાનોની જરૃરીયાત હોવાથી ભરતી કરવાની બાંહેધરી આપી હતી. રોજગાર કચેરી ખાતે નોંધાયેલા બેરોજગાર યુવાનોને મળેલા કાર્ડ મારફતે તેઓ તા.૧૧મીએ એસટી બસમાં અમદાવાદ સુધી મફત મુસાફરી પણ કરી શકશે.

ભરતી મેળામાં જનાર રોજગારવાંચ્છુક યુવાનોએ તેમની સાથે બાયોડેટાની ઓછામાં ઓછી દસ નકલ તેમજ પાસપોર્ટ સાઈઝના ફોટા તેમજ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલ સાથે લઈ જવા માટે પણ સૂચના આપવામાં આવી છે. જે યુવાનોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તે સ્થળ ઉપર જઈને પણ રજીસ્ટ્રેશન કરાવી શકશે. આ ભરતી મેળો તદ્દન નિશુલ્ક રાખવામાં આવ્યો હોવાનું પણ જણાવાયું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x