અમને પણ કોંગ્રેસની જેમ વર્તતા આવડે છે: જીતુ વાઘાણી
ગાંધીનગર:
સુરત ખાતે રેલવે મંત્રી સુરેશ પ્રભૂનો કાળો ખેસ પહેરાવીને કોંગ્રેસના કાર્યકરોએ હતાશાનું વરવું પ્રદર્શન કર્યું હોવાનો ભાજપે આક્ષેપ કર્યો છે. પક્ષના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કોંગ્રેસને ચીમકી આપી છે કે, કોંગ્રેસ લોકશાહીની ઢબે મર્યાદામાં રહીને વિરોધ કરે. નહીંતર ભાજપને પણ કોંગ્રેસની ભાષામાં જવાબ આપતા આવડે છે. પરંતુ સંસ્કારો અને ગૂજરાતનું હિત એમ કરતા રોકે છે. સુરેશ પ્રભૂ એ અભ્યાસુ, વિવેકી અને કેન્દ્રિય રેલવે મંત્રી છે. તેમની સાથે કોંગ્રેસના કાર્યકરોએ કરેલી વર્તણુંક અત્યંત નિમ્ન કક્ષાની છે. આવું વર્તન થવું ન જોઈએ.
7મીથી ભાજપની 10 દિવસની આદિવાસી ગૌરવ યાત્રા શરૂ થશે
રાજ્યના આદિવાસી બેલ્ટમાં ભાજપના સંગઠનને મજબૂત કરવા અને સરકારે દ્વારા આદિવાસીઓ માટે કરાયેલા કાર્યોને લોકો સુધી પહોંચાડવાના હેતુથી ભાજપની આદિવાસી વિકાસ ગૌરવ યાત્રા 7મી ફેબ્રુઆરીના રોજ વલસાડ પાસેના ઉનઈથી શરુ કરવામાં આવશે. આ યાત્રાનું પ્રસ્થાન મુખ્યમંત્રી વિજય રુપાણીના હાથે કરાશે. જ્યારે 18મી ફેબ્રુઆરીના રોજ આ યાત્રાનું સમાપન પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહની ઉપસ્થિતિમાં કરાશે.