ગાંધીનગર

કુડાસણમાં મેયરશ્રીની અધ્યક્ષતામાં કેન્સર અવેરનેશ કાર્યક્રમ યોજાયો

કુડાસણમાં ડૉ. જિજ્ઞા ભટ્ટાચાર્ય, મનોચિકિત્સક શ્રીમતી દીપીકા બિયાની અને કેન્સર સામે લડત આપીને વિજેતા બનેલા શ્રીમતી ઇલાબેન વોરા દ્વારા સંચાલિત ‘સંભાળ’ કેન્સર સપોર્ટ ગ્રુપ દ્વારા મેયરશ્રી રીટાબેન પટેલની અધ્યક્ષતામાં કેન્સર અવેરનેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. સંસ્થા દ્વારા આ પ્રકારની આપવામાં આવતી નિશુલ્ક સેવાને મેયરશ્રી દ્વારા બિરદાવવામાં આવી હતી. આ તકે નિષ્ણાતો દ્વારા મહિલાઓ સહિત ઉપસ્થિતોને કેન્સર એટલે કેન્સલ નહીં એ સુત્ર સમજાવવામાં આવ્યુ હતું. મેયરશ્રી દ્વારા પણ કેન્સર સામે હાર નહીં માનવા અને ઉપલબ્ધ અત્યાધુનિક સારવાર સાથે હિંમતભેર આ રોગનો સામનો કરીને વિજેતા બનવાની શીખ આપી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x