વિરાટે વાંધો ઉઠાવ્યા પછી SG બોલમાં થયા 3 ફેરફાર, દાવો-જલદી ખરાબ પણ નહીં થાય; ટીમ ઈન્ડિયાએ હવે બોલને ગણાવ્યો વિચિત્ર
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે શરૂ થયેલી ટેસ્ટ સિરિઝની પ્રથમ મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો. મેચમાં સન્સપરેલ્સ ગ્રીનલેન્ડ એટલે કે SGનો મોડીફાઈડ બોલ ઉપયોગમાં લેવાયો. જણાવાયું કે આનાથી સ્પિનર્સની સાથે ઝડપી બોલર્સને પણ મદદ મળશે.
SG બોલ અંગે ટીમ ઈન્ડિયાએ અગાઉ પણ ફરિયાદ કરી હતી. તેના પછી SGએ બોલ પર નવેસરથી કામ કર્યુ. 18 મહિના પછી ઈંગ્લેન્ડની વિરુદ્ધ રમાયેલી પ્રથમ ટેસ્ટમાં આ નવો બોલ પ્રથમવાર ઉપયોગમાં લેવાયો, પરંતુ ટીમ ઈન્ડિયા હજુ પણ બોલની ક્વોલિટીથી ખુશ નથી.
વિરાટ અને અશ્વિને કહ્યું હતું-ખૂબ ઝડપથી ઘસાઈ જાય છે SG બોલ
SG બોલની ક્વોલિટી અંગે વિરાટ કોહલી અને રવિચંદ્રન અશ્વિન જેવા ખેલાડીઓ સવાલ ઉઠાવી ચૂક્યા છે. ફેરફાર પછી પણ બંને નાખુશ છે.
- 2018ઃ વિરાટે વેસ્ટઈન્ડિઝ સિરિઝ દરમિયાન કહ્યું હતું કે પાંચ ઓવરમાં બોલ ઘસાઈ જવો યોગ્ય નથી. SG બોલ અગાઉ ઉપયોગ માટે બરાબર હતો પણ ખબર નહીં કેમ હવે તેની ક્વોલિટી ઘટી છે. વિરાટે ટેસ્ટમાં ડ્યુક બોલના ઉપયોગની તરફેણ કરી હતી.
- 2021ઃ ચેન્નઈ ટેસ્ટ પછી ફરી એકવાર કોહલીએ કહ્યું કે 60 ઓવર પછી બોલની સીમ સંપૂર્ણપણે ખરાબ થઈ ગઈ. આ પ્રકારની ચીજોની અપેક્ષા ટેસ્ટ ક્રિકેટમાં તમે ન રાખી શકો.
- 2018ઃઅશ્વિને કહ્યું હતું કે જ્યારે મેં ટેસ્ટ ક્રિકેટ રમવાનું શરૂ કર્યુ હતું, ત્યારે SG બોલથી 70 અને એટલે સુધી કે 80 ઓવર પછી પણ બોલિંગ કરી શકતા હતા. હવે બોલ ખૂબ ઝડપથી ઘસાઈ જાય છે. એટલે સુધી કે તેની હાર્ડનેસ 10 ઓવરની અંદર જ ખતમ થઈ જાય છે.
- 2021ઃ અશ્વિને કહ્યું કે આ મેચમાં જે બોલ ઉપયોગમાં લેવાયો, એ ખૂબ વિચિત્ર હતો. આ અગાઉ અમે ક્યારેય SG બોલની સીમ આ રીતે ખરાબ થતી જોઈ નથી.
આવો જાણીએ આખરે SGએ શું ફેરફાર કર્યા અને તેનાથી બોલ અને રમત પર કઈ રીતની અસર થવાના દાવા કરવામાં આવ્યા…
પ્રથમ ફેરફારઃ બોલમાં થનારા વેરિએશનને ઓછું કર્યુ
બોલની સીમ (એટલે કે સિલાઈ) પર કામ કરવામાં આવ્યું છે. તેની કન્ઝિસ્ટન્સીને વધુ ઉત્તમ કરાઈ છે, જેનાથી તે સમગ્ર 80 ઓવર સુધી ગ્રિપિંગ માટે યોગ્ય રહે. આસાન ભાષામાં કહીએ તો હવે બોલની સાઈઝ વધુ બદલાશે નહીં. અગાઉ રમતા-રમતા સિલાઈ ઢીલી પડી જતી હતી, જેનાથી બોલનો ડાયામીટર 1mm સુધી ઓછો થઈ જાય છે પરંતુ હવે 0.25 mm ડાયામીટર સુધી જ ઘટશે, એટલે કે જો બોલ 72 mm ડાયામીટરનો રહેતો તો તે 71 mm સુધી થઈ જતો હતો પણ હવે જૂનો થાય ત્યારે પણ માત્ર 71.75 mm સુધીનો હશે.
ફેરફારની અસરઃ બોલરોની બોલ પર ગ્રિપ સારી થશે. ખાસ કરીને સ્પિનર્સને આનાથી ફાયદો થશે. ઉત્તમ ગ્રિપના કારણે તેઓ બોલને વધુ ઘૂમાવી શકશે. જ્યારે, ફાસ્ટ બોલર્સને પણ ઉત્તમ ગ્રિપથી સીમ પર લેન્ડ કરાવવામાં આસાની થશે. આનાથી બોલર વધુ કંટ્રોલની સાથે બોલિંગ કરી શકશે.
બીજો ફેરફારઃ બોલની અંદર કોર્કની હાર્ડનેસને સારી કરવામાં આવી
બોલની અંદર જે કોર્ક વુડ હોય છે, તેની ડેન્સિટીને એક મિનિમમ લેવલ પર ફિક્સ કરવામાં આવી છે. જો કોર્કની ડેન્સિટી એ મિનિમમ લેવલથી ઓછી હોય છે, તો તેનો ઉપયોગ કરતા નથી. આનાથી દરેક બોલની હાર્ડનેસ કન્ઝિસ્ટન્ટ રહે છે. જો કે, કંપનીએ એ ન જણાવ્યું કે ડેન્સિટી લેવલ કેટલું રહેશે. કોર્કની સાઈઝ વધારવાના સમાચારો મીડિયામાં ચાલી રહ્યા છે. જો કે કંપની તેનો ઈનકાર કરતી રહી છે.
ફેરફારની અસરઃ તેનાથી બોલનો બાઉન્સ સારો થશે. બોલની હાર્ડનેસ 50થી 60 ઓવર સુધી જળવાશે. આનાથી બોલર્સને મદદ મળશે. કોહલીએ 2018માં ડ્યુક બોલની હાર્ડનેસના કારણે જ ટેસ્ટમાં તેનો ઉપયોગ કરવાની તરફેણ કરી હતી.
ત્રીજો ફેરફારઃ રંગને વધુ ડાર્ક કરવામાં આવ્યો
બોલના રંગમાં પણ કેટલાક ફેરફાર કરાયા છે. નવો બોલ અગાઉથી વધુ ડાર્ક રેડ કલરમાં છે.
ફેરફારની અસરઃ આ ફેરફારને કંપની સાયકોલોજિકલ ગણાવે છે. SGના માર્કેટિંગ ડાયરેક્ટર પારસ આનંદ કહે છે કે મેં ટીમ ઈન્ડિયાના અનેક ખેલાડીઓ સાથે વાત કરી, બધાએ કહ્યું કે બોલનો ડાર્ક શેડ વધુ સારો છે. ખેલાડીઓના સૂચન પછી તેના શેડને થોડો વધુ ડાર્ક કરવામાં આવ્યો છે.
SG 1993થી ભારતના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની ઓફિશિયલ બોલ સપ્લાયર છે. છેલ્લા અનેક વર્ષોથી કંપની ખેલાડીઓને મળેલા ફિડબેકના આધારે બોલમાં ફેરફાર કરતી આવી છે. આ ફેરફાર પણ એનો જ હિસ્સો છે.