આંતરરાષ્ટ્રીયગુજરાતરાષ્ટ્રીયવેપાર

કોલ સેન્ટર કૌભાંડમાં બે ગુજરાતીઓએ ગુનો કબુલ્યો, હજારો અમેરિકનોને લાખો ડોલરમાં નવડાવ્યા

વોશિંગ્ટન :
અમેરિકાના હજારો નાગરિકો અને ખાસ તો વરિષ્ઠ નાગરિકોને જ છેતરવા કોલ સેન્ટર કૌભાંડ રોબોકોલ કરી લાખો ડોલરનું કૌભાંડ કરવાની ગુજરાતી મૂળના બે જણાએ કોર્ટમાં કબુલાત કરી હતી, એમ જસ્ટિસ ડીપાર્ટમેન્ટે કહ્યું હતું. 37 વર્ષના સુમેર પટેલ અને 41 વર્ષના પ્રદીપસિંહ પરમારને આ ષડયંત્ર ઘડવા બદલ વધુમાં વધુ 20 વર્ષની સજા થઇ શકે છે. પરમારને ખોટી ઓળખ ઊભી કરવાના ગુના બદલ બે વર્ષની વધારે જેલની સજા ભોગવવી પડશે, એમ એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું. આ ષડયંત્રનો મુખ્ય સુત્રધાર શેહઝાદ ખાન પઠાણ અમદાવાદથી કોલ સેન્ટર ચલાવતો હતો. ઓટોમેટેડ રોબોકોલ્સ અમેરિકાના નાગરિકોને કરવામાં આવતા અને તેમને ધમકી આપી પૈસા પડાવતા હતા. પઠાણે 15 જાન્યુઆરીએ પોતાના ગુનાની કબુલાત કરી લીધી હતી. ઓટોમેટેડ કોલ થકી પીડિતનો સંપર્ક કરી આ લોકો અમેરિકન નાગરિકોને ધમકાવતા અને પૈસાને ઇલેકટ્રોનિક મની ટ્રાન્સફર કરાવતા હતા. કોર્ટના દસ્તાવેજો અનુસાર, પરમાર રોબોકોલ ષડયંત્ર વતી પૈસા ઉઘરાવતો હતો. પીડિતો પાર્સલ ડીલીવરી અથવા તો વાયર ટ્રાન્સફર કરાવતા. પૈસા આવી ગયા પછી પરમાર એ રકમને પઠાણના આદેશ મુજબ બેન્ક ખાતામાં નાંખતો હતો. પઠાણ અને તેના સાથીઓ ભોગ બનનારાઓને વિવિધ યોજનાઓ સમજાવતા. તેઓ પોતાની જાતને લો એન્ફોર્સમેન્ટ અિધકારી અને ફેડરલ બ્યોરો ઓફ ઇન્વેસ્ટીગેશના માણસો ગણાવી ધમકી આપતા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x