ગાંધીનગર

શ્રી મનોરંજન મ્યુઝિકલ સ્ટુડિયો દ્વારા “વુમન-ડે સ્પેશ્યિલ” ‌કાર્યક્રમનું વિના મુલ્યે ઓડીસન.

ગાંધીનગર :
ગાંધીનગર-અમદાવાદ શહેરનાં અનુભવી/બિન-અનુભવી ગીત ગાવાના શોખીન એવા દરેક મહિલા કલાકારો ને પોતાના આવાઝમાં કરાઓકે-ટ્રેક દ્વારા ગીતો ની રજુઆત કરવા માટે તા.૦૮-૦૩-૨૦૨૧ (સોમવાર)ના રોજ સાંજે ૦૬-૦૦ કલાકે શ્રી મનોરંજન મ્યુઝિકલ સ્ટુડિયો, ૧૨૪-સનરાઈઝ આર્કેડ, મારુતિ-નેક્શા શો-રૂમ ની બાજુમાં, કુડાસણ, ગાંધીનગર ખાતે “વુમન-ડે સ્પેશ્યિલ” ‌કાર્યક્રમનું આયોજન કરેલ છે. જેમાં ભાગ લેનાર મહીલા કલાકારોને પ્રોત્સાહીત કરવા માટે અમદાવાદનાં જાણીતા મહિલા સિંગર શ્રીમતી વર્ષા કુલકર્ણી (ખુશ્બુ ગુજરાત કી) મુખ્ય મહેમાન તરીકે હાજર રહેવાનાં છે.
આ ‌કાર્યક્રમ માં ભાગ લેવાં માટેનાં ફક્ત ૨૧-(એકવીસ) મહિલા કલાકારોને જ પ્રવેશ આપવાનો હોવાથી વહેલાં તે પહેલાંનાં ધોરણે તા. ૨૮-૦૨-૨૦૨૧ (રવિવાર)નાં રોજ બપોરે ૧૨-૩૯ કલાકે સ્ટુડિયો ખાતે રૂબરૂ આવીને ઓડીસન-ફોર્મ ભરીને ઓડીસન આપવાનું રહેશે.
આ ‌કાર્યક્રમમાં ભાગ લેવા માટેનો કોઈપણ પ્રકાર નો ચાર્જ ભરવાનો રહેશે નહી. એટલેકે પ્રવેશ નિ:શુલ્ક રાખવામાં આવેલ છે. જેથી દરેક મહીલા સંગીતપ્રેમીઓ એ આ કાર્યક્રમમાં જોડવવા માટેનું અમારૂ હાર્દિક આમંત્રણ છે. તેમજ કોરોનાની વર્તમાન સ્થિતિ ને સંદર્ભે માસ્ક સહીત સરકારશ્રી નાં આદેશો નું પાલન કરવામાં આવશે. વધુ માહિતી માટે મોબાઈલ નં. ૮૮૪૯૪ ૫૪૪૦૫ ઉપર સંપર્ક કરવો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x