ડૉ ગુલાબચંદ પટેલ કવિ લેખક અને અનુવાદક ડૉ આંબેડકર મેમોરિયલ ઇ વ્યાખ્યાન સૌ રાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ માં આપ્યું
રાજકોટ :
ગાંધીનગર નું ગૌરવ છે એવા હિન્દી ગુજરાતી કવિ લેખક અને અનુવાદક, સામાજિક કાર્યકર, તથા ગાંધીનગર સાહિત્ય સેવા સંસ્થાન ચેરીટ્રે બલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત મહાત્મા ગાંધી સાહિત્ય સેવા મંચ ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ડૉ ગુલાબચંદ પટેલ ને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ – ૫ ડૉ આંબેડકર ચેર સેંટર દ્વારા ડૉ આંબેડકર ની કાર્ય પ્રણાલી વિશે ઇ વ્યાખ્યાન આપવા માટે નિમંત્રણ મળ્યું હતું. આ કાર્યક્રમ ઑન લાઈન તારીખ ૨૫ ફેબ્રુઆરી ના રોજ સાંજે ૪.૩૦ થી ૫. ૧૫ સુધી યોજાયું હતું
આ કાર્યક્રમ માં ડૉ ગુલાબચંદ પટેલ દ્વારા બાબા સાહેબ ડૉ આંબેડકર સાહેબ ની કાર્ય પ્રણાલી વિશે પોતાના વિચારો રજૂ કરવામાં આવ્યા છે. . અત્રે ઉલ્લેખનીય છે કે ડૉ ગુલાબચંદ પટેલ ને દતીંયા શાસકીય કૉલેજ દ્વારા મુખ્ય અતિથિ તરીકે ઑન લાઈન વેબનાર માં નિમંત્રણ મળ્યું હતું તથા સાગર શાસકીય કૉલેજ મધ્ય પ્રદેશ દ્વારા પણ ઑન લાઈન વેબ નાર માં અતિથિ વિશેષ તરીકે નિમંત્રણ આપ્યું હતું. આ બંને કાર્યક્રમમાં ડૉ ગુલાબચંદ પટેલ દ્વારા પોતાના ઉમદા વિચારો રજૂ કરી સૌ ને મંત્ર મુગ્ધ કર્યા હતા. શ્રી પટેલ પૂર્વ ઓફિસ સુપ્રિટેન્ડેંટ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી ઓફિસ સુપ્રિટેન્ડેંટ છે. તેઓને માદક દ્રવ્યો ની આર્થિક અને સામાજિક અને માનસિક અસરો વિશે યોજાયેલ ઓલ ઇન્ડિયા કોન્ફરન્સમાં કવર્ધા છત્તીસગઢ ખાતે ગ્રુનધ મુનિ શાસકીય કૉલેજ માં મુખ્ય અતિથિ તરીકે નિમંત્રણ મળ્યું હતું અને આ કાર્યક્રમ માં શ્રી ડૉ પટેલ દ્વારા ઉમદા માહિતી રજૂ કરી હતી અને તમામ ઉપસ્થિત લોકોને પોતાના તરફ આકર્ષિત કર્યા હતા. ઉપ કુલ પતિ શ્રી એ પણ તેઓના નશા મુક્તિ અભિયાન ના આ કાર્ય માટે અને ઉમદા વ્યાખ્યાન માટે બિરદાવ્યા હતા.
ડૉ બાબા સાહેબ આંબેડકર ની કાર્ય પ્રણાલી વિશે ઇ વ્યાખ્યાન માં ખૂબ સુંદર વિચારો રજૂ કરતા સંસ્થા ના પદાધિકારીઓએ બિરદાવ્યા હતા.