રાજ્યના પોલીસ વિભાગના કર્મચારીઓને FIR લખતાં શીખવવા માટે સવા બે કરોડનો ખર્ચ કરાશે
રાજ્યના મોટાભાગના પોલીસ સ્ટેશનોમાં વ્યવસ્થિત રીતે તપાસ થતી નહીં હોવાથી ગંભીર કેસોમાં કોર્ટમાં આરોપીને સજા થઈ શકતી ન હોવાની રાજ્યના ગૃહ વિભારે કબૂલાત કરી છે. આ અનુસંધાને કન્વિક્શન રેટ ઈમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત ચાલુ વર્ષે 22 કરોડ 93 લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. જેમાં FIR કેવી રીતે લખવી તે માટે બે કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવશે. તે ઉપરાંત પોલીસ તપાસ માટે 8.86 કરોડ રૂપિયા પણ ફાળવવામાં આવ્યાં છે.
કન્વિક્શન રેટ ઈમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટ હેઠળની કાર્યવાહીની કામગીરી CID ક્રાઈમની PRC શાખામાં સોંપવામાં આવી છે. ઈન્વેસ્ટિગેટીવ ઓફિસરના પોલીસ વિભાગમાં આ કામગીરી પર ખાસ ભાર મુકાશે
પોલીસને યોગ્ય ટ્રેનીંગના અભાવે તેમજ મોટી સંખ્યામાં આગામી વર્ષોમાં પોલીસ અધિકારીઓ રિટાયર્ડ થવાના હોવાથી કોર્ટમાં કેસ સાબીત કરવા માટેનો રેટ વધારવા માટે ક્રાઈમ સબંધિત પંચનામું તૈયાર કરવું. ઓરલ અને મુદ્દામાલને લગતા પુરાવા એકત્ર કરવા. એકત્ર કરેલ પુરાવા ફોરેન્સીક લેબમાં એનાલીસીસ કરવા તેમજ સમયસર ફોરેન્સીક લેબનો રિપોર્ટ મેળવવો. ભોગ બનેલની મેડીકલ તપાસ જરૂરિયાત મુજબ કરવી તેની પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.
મોટા ભાગના કેસોમાં નિષ્ણાંત અધિકારીઓ જરૂરી
તાજેતરના વર્ષોમાં જે રીતે સાયબર ક્રાઈમ આર્થિક ગુના, નારકોટીકસ અને ભષ્ટાચારના બનાવોમાં જે રીતે વધારો જોતા નિષ્ણાત અધિકારીઓ જરૂરી છે. પોલીસ વિભાગમાં ફસ્ટ ઈન્ફરમેશન રિપોર્ટ એટલે કે, એફઆઈઆર લખતા આવતુ નથી. ત્યારબાદ ઈન્વેસ્ટિગેટીવ કેવી રીતે કરવુ તે બાબતે કન્વિકશન રેટ ઈમ્પ્રુવમેન્ટ પ્રોજેકટ અતંગર્ત કન્વિકશન રેટ ઈમ્પ્રુવમેન્ટ પ્રોજેકટ અતંગર્ત શહેર અને જિલ્લા કક્ષાએ પણ આ માટે 6 હજાર જેટલા ઈન્વેસ્ટિગેટીવ ઓફિસરને ઈન્વેસ્ટિગેટીવ ટેકનીક શીખવાડવામાં આવશે.
મોર્ડન ઈન્વેસ્ટિગેશન રૂમ ઊભો કરવામાં આવશે
સામાન્ય ગુનાની તપાસ કોન્સ્ટેબલ દ્વારા કરાવવી અને ગંભીર ગુનાની તપાસ હેડ કોન્સ્ટેબલ અથવા ઉપરી અધિકારી દ્વારા કરવામાં આવે તેમજ રોટેશન પધ્ધતિ દાખલ કરવામાં આવશે. ફોરેન્સીક અભિપ્રાય માટે આપેલ પુરાવા અંગેનો રિપોર્ટ 60 દિવસમાં આપે તે માટે તમામ ફોરેન્સીક લેબની સજ્જતા વધારવી જોઈએ. FSL પૃથ્થકરણ થયેલા પુરાવા મેળવવા માટે 60 દિવસમાં રિપોર્ટ મળશે. મોર્ડન ઈન્વેસ્ટિગેશન રૂમ ઊભો કરવામાં આવશે.ટ્રેનિંગ પાછળ ચાર વર્ષમાં રૂપિયા 18 કરોડ અને સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કેસોની તપાસમાં સુધારા પાછળ 34 કરોડથી વધુનો ખર્ચ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.