રાષ્ટ્રીય

એલપીજી સિલિન્ડરનો ભાવ 25 રૂપિયા વધીને રૂ. 819

નવી દિલ્હી :

પેટ્રોલ અને ડીઝલના આકાશને આંબતા ભાવની વચ્ચે સરકારી ઓઇલ કંપનીઓએ ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરના ભાવમાં ફરી એક વખત વધારો ઝીંક્યો છે. આ વધારાને કારણે 14.2 કિલોગ્રામના એલપીજી સિલિન્ડરની કીંમત 794 રૂપિયાથી વધીને 819 રૂપિયા થઇ ગઇ છે. આ નવા ભાવ આજથી અમલમાં આવી ગયા છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા એક મહિનામાં ચોથી વખત એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સબસિડી વગરના સિલિન્ડરના ભાવમાં આજે 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

એક ડિસેમ્બરના રોજ ગેસ સિલિન્ડરનો ભાવ 594 રૂપિયાથી વધીને 644 રૂપિયા થયો હતો. ત્યારબાદ એક જાન્યુઆરીએ ફરીથી 50 રૂપિયા વધારવામાં આવ્યા હતાં અને સિલિન્ડરનો ભાવ 694 રૂપિયા થઇ ગયો હતો.

ચાર ફેબુ્રઆરીએ કરવામાં આવેલા ભાવવધારા પછી ગેસ સિલિન્ડરનો ભાવ વધીને 719 રૂપિયા થઇ ગયો હતો. 15 ફેબુ્રઆરીએ આ ભાવ વધીને 769 રૂપિયા થઇ ગયો હતો. 25 ફેબુ્રઆરીના રોજ 25 રૂપિયા વધતા તેનો ભાવ વધીને 794 રૂપિયા થઇ ગયો હતો.

ફેબુ્રઆરીની શરૂઆતથી અત્યાર સુધી 14.2 કિગ્રાના એલપીજી સિલિન્ડરના ભાવમાં 125 રૂપિયાનો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. જ્યારે ડિસેમ્બરથી અત્યાર સુધીમાં 175 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

આ સાથે જ વિમાનમાં વપરાતા ઇંધણ જેટ ફ્યુઅલના ભાવમાં 6.5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. એક કિલોલીટર જેટ ફ્યુઅલનો ભાવ 3663 રૂપિયા વધીને 59,400 રૂપિયા થયો છે તેમ સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. ફેબુ્રઆરીથી અત્યાર સુધીમાં જેટ ફ્યુઅલના ભાવમાં ત્રીજી વખત વધારો કરવામાં આવ્યો છે. જો કે સળંગ બીજા દિવસે ેપેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x