ધો.૧૨ સાયન્સ બોર્ડ પરીક્ષા ફોર્મ હવે લેઈટ ફી સાથે ભરી શકાશે
અમદાવાદ
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા મેમાં લેવાનારી ધો.૧૨ સાયન્સની બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા અંતર્ગત લેઈટ ફી સાથે ફોર્મ ભરવાની મુદત આપવામા આવી છે.જેથી બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓએ હવે લેઈટ ફી ચુકવવાની રહેશે અને ૨૨મી માર્ચ સુધી જ લેઈટ ફી સાથે ફોર્મ ભરી શકાશે. ધો.૧૨ સાયન્સની બોર્ડ પરીક્ષાના ઓનલાઈન ફોર્મ સ્કૂલો ખાતે ભરવા માટેની નિયત મુદત પુરી થયા બાદ બોર્ડ દ્વારા મુદત વધારી ૨જી માર્ચ સુધી કરવામા આવી હતી.જે આજે પૂર્ણ થઈ ગઈ છે અને ૧.૩૮ લાખ જેટલા ફોર્મ ભરાયા છે.હવે બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓએ લેઈટ ફી ભરવાની રહેશે.આ માટે બે તબક્કા રાખવામા આવ્યા છે. ૩જી માર્ચથી ૧૨ માર્ચ સુધીમાં ફોર્મ ભરનાર વિદ્યાર્થીએ ૩૦૦ રૃપિયા અને ૧૩ માર્ચથી ૨૨ માર્ચ સુધીમાં ફોર્મ ભરનાર વિદ્યાર્થીએ ૩૫૦ રૃપિયા લેઈટ ફી પેટે ચુકવવાના રહેશે.લેઈટ ફી સાથે ફોર્મ ભરવા માટે સ્કૂલના આચાર્યની સહી સિકકા સાથેનું ફોર્મ અન્ય દસ્તાવેજો સાથે જમા કરવાનું રહેેશે અને ગુજરાત શિક્ષણ બોર્ડના નામનો ડીડી કઢાવવાનો રહેશે. લેઈટ ફીમાંથી દિવ્યાંગો અને વિદ્યાર્થિનીઓને મુક્તિ નહી મળે.આ કેટેગરીના વિદ્યાર્થીઓએ પણ લેઈટ ફી ભરવાની રહેશે.ફોર્મ ભરાઈ ગયુ હશે અને પ્રિન્સિપલ અપ્રુવલ બાકી હશે તો આવતીકાલે ૩જી માર્ચ સુધી થઈ શકશે અનેત્યારબાદ ફોર્મમાં કોઈ પણ પ્રકારના સુધારા નહી થઈ શકે કે પ્રિન્સિપલ અપ્રુવલ પણ નહી થઈ શકે.