ખાદ્યતેલના ભાવ વધારા મુદ્દે વિધાનસભામાં હોબાળો
ગાંધીનગર :
આજે વિધાનસભા ગૃહની કાર્યવાહીનો ચોથો દિવસ છે. ખાદ્યતેલના ભાવ વધારા મુદ્દે હોબાળો થયો હતો. છેલ્લા 1 વર્ષમાં કોરોના કાળ દરમિયાન પણ સતત ભાવ વધારો થતાં ગૃહમાં ચર્ચા કરવામાં આવી છે. જેમાં સામ સામે આક્ષેપ બાજી થતા વિપક્ષે વોક આઉટ કર્યું હતું.
વિધાનસભા પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ગૃહમાં ખાદ્ય તેલના ભાવ અંગે કોંગ્રેસના ધારાસભ્યએ સવાલ પૂછ્યો હતો. જેમાં સરકારે લેખિત કબૂલાત કરી છે કે વર્ષ 2020 કે જેમાં જનતાને કોરોના કાળમાં બેકારી અને મોંઘવારીનો માર પડ્યો છે. એવા સંજોગોમાં પણ ખાદ્ય તેલના ભાવ વધારા પર અંકુશ રાખવામાં સરકાર નિષ્ફળ રહી છે. છેલ્લા 1 વર્ષમાં કપાસિયા તેલના 249 અને સિંગતેલના ભાવમાં 616 રૂપિયાનો વધારો થયો છે.