ગુજરાતમાં ચૂંટણીઓ પુરી થતાં જ કોરોનાએ માર્યો જબરદસ્ત ફૂંફાડો
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અને રાજકીય નેતાઓના મેળાવડા, રેલીઓ પુરી થતાં કોરોના વાયરસ જાણે રાજ્યમાં ફરી પાછો આવી ગયો છે. આજે ગુજરાતમાં કોરોના વાયરસે જબરદસ્ત ફૂંફાડો માર્યો છે. રાજ્યમાં આજે કોવિડ-19ના 475 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 358 દર્દીઓ હોસ્પિટલમાંથી સાજા થઈને ઘરે ગયા છે. અત્યાર સુધી 2,64,195 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી દીધી છે. રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો રેસિયો 97.40 ટકા છે. આજે અમદાવાદમાં એક મોત નોંધાયું છે
રાજ્યમા કોરોનાના નવા 475 કેસની વાત કરવામાં આવે તો અમદાવાદમાં સૌથી વધુ 157 કેસ નોંધાયા છે, જ્યારે 1 વ્યક્તિનું મોત થયું છે. સુરતમાં 96 કેસ, વડોદરામાં 94 કેસ, રાજકોટમાં 65 કેસ, ભાવનગરમાં 14 કેસ, જામનગરમાં 1 કેસ, આણંદ 7 કેસ, કચ્છ અને મહેસાણામાં 7 – 7 કેસ, ખેડા અને પંચમહાલમાં 6 – 6 કેસ, ગાંધીનગરમાં 10 કેસ, જુનાગઢમાં 9 કેસ, સાબરકાંઠા 4 કેસ, મોરબીમાં 3 કેસ, ભરૂચ, બોટાદ, નર્મદા, નવસારી અને વલસાડમાં 2 – 2 કેસ, અમરેલી, અરવલ્લી, બનાસકાંઠામાં 1 – 1 કેસ, દાહોદ, દ્વારકા, ગીર સોમનાથમાં 1 – 1 કેસ, મહિસાગર, પાટણ અને પોરબંદરમાં 1 – 1 કેસ નોંધાયા છે.