થમ ઈનિંગ્સમાં ઈંગ્લેન્ડ 205 રનમાં ઓલ આઉટ, પ્રથમ દિવસના અંતે ભારત 24/1, ઇંગ્લેન્ડથી 181 રન પાછળ
પ્રથમ દિવસના અંતે ભારત 24/1, ઇંગ્લેન્ડથી 181 રન પાછળ છે. રોહિત શર્મા 8 રને અને પુજારા 15 રને રમતમાં છે.
ભારતની પ્રથમ ઈનિંગ: વિકેટ પડવાનો ક્રમ
પ્રથમ વિકેટ, શૂન્ય રને પડી, શુભમન ગિલ આઉટ.
ગિલે રિવ્યૂ લીધો પરંતુ અમ્પાયરના નિર્ણયને ફેરવી શક્યો નહિ
ભારતીય ઇનિંગ્સના ત્રીજા જ બોલે જેમ્સ એન્ડરસને શુભમન ગિલને વિકેટ આગળ પલ્મ્બ LBW કર્યો હતો. ગિલે રિવ્યૂ લીધો. રિપ્લેમાં સ્પષ્ટ થયું કે બોલ પીચિંગ અને ઇમ્પેક્ટ ઇન લાઈન હતી. જ્યારે વિકેટ્સ હિટિંગ અમ્પાયર્સ કોલ હતો. ભારતે રિવ્યૂ તો ન ગુમાવ્યો પરંતુ ગિલે ખાતું ખોલાવ્યા વગર પેવેલિયન પરત ફરવું પડ્યું.
ટેસ્ટમાં સૌથી વધુ વખત બેટ્સમેનને શૂન્ય પર આઉટ કરનાર બોલર્સ
104 ગ્લેન મેક્ગ્રા/ જેમ્સ એન્ડરસન
102 શેન વોર્ન/ મુથૈયા મુરલીધર
83 ડેલ સ્ટેન
79 કર્ટની વૉલ્શ/ વસીમ અકરમ
78 સ્ટુઅર્ટ બ્રોડ
ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિંગ 205માં ઓલ આઉટ: વિકેટ પડવાનો ક્રમ
પ્રથમ વિકેટ 10 રન પર પડી, ડોમ સિબલે- બે રન પર આઉટ.
બીજી વિકેટ 15 રન પર પડી, ઝેક ક્રાઉલી- 9 રન બનાવી આઉટ.
ત્રીજી વિકેટ 30 રન પર પડી, જો રૂટ 5 રને આઉટ.
ચોથી વિકેટ 78 રન પર જોની જોની બેરસ્ટો 28 રને આઉટ.
પાંચમી વિકેટ 121 રને પડી, બેન સ્ટોક્સ 55 રન બનાવી આઉટ.
છઠ્ઠી વિકેટ 166 રન પર પડી, ઓલી પોપ 29 રન બનાવી આઉટ.
સાતમી વિકેટ 170 રને પડી, બેન ફોક્સ 1 રને આઉટ.
આઠમી વિકેટ 188 રન પર પડી, ડેનિયલ લોરેન્સ 46 રને આઉટ.
નવમી વિકેટ 189 રન પર પડી, ડોમ બેસ 3 રન બનાવી આઉટ.
10મી વિકેટ 205 રન પર પડી, જેક લીચે 7 રન બનાવ્યા.
બીજા સેશનમાં ઈંગ્લેન્ડની સારી બેટિંગ
ઇંગ્લેન્ડની ટીમે બીજા સેશનમાં પ્રથમ સેશનની સરખામણીએ સારી બેટિંગ કરી. આ સત્રમાં તેમણે 70 રન કર્યા અને 2 વિકેટ ગુમાવી. બેન સ્ટોક્સે કરિયરની 24મી ફિફટી ફટકારતાં 121 બોલમાં 55 રન કર્યા. જ્યારે લાંબી ઇનિંગ્સ રમવા માટે સેટ લાગતાં જોની બેરસ્ટો 28 રને મોહમ્મદ સિરાજની બોલિંગમાં LBW થયો હતો. તે પછી ઓલી પૉપ અને ડેન લોરેન્સે 9.2 ઓવર ક્રિઝ પર ઊભા રહીને મેચને પૂરેપૂરી રીતે ભારતના કંટ્રોલમાં આવવા દીધી નથી. અંતિમ સેશનમાં જો આ જોડી ટકે તો મહેમાન ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી દેશે.
છેલ્લી 3 વિકેટ માટે ઇંગ્લેન્ડની પાર્ટનરશિપ
48: જોની બેરસ્ટો- બેન સ્ટોક્સ
43: બેન સ્ટોક્સ- ઓલી પૉપ
45: ઓલી પૉપ- ડેન લોરેન્સ
ઇંગ્લેન્ડે ચેન્નઈ ટેસ્ટ પછી એકપણ વિકેટ માટે 50+ રનની ભાગીદારી કરી નથી. એ ટેસ્ટમાં ઇંગ્લેન્ડની ચાર જોડીએ 50+ રનની ભાગીદારી કરી હતી.
વિચિત્ર રીતે આઉટ થતાં બચ્યો લોરેન્સ
અક્ષર પટેલની બોલિંગમાં ડેનિયલ લોરેન્સે પ્લેસ કર્યો અને બોલ શોર્ટ લેગ પર ઉભેલા શુભમન ગિલના શૂઝને અડીને ડિફલેક્ટ થઈને પંત પાસે ગયો, જેણે સરળ કેચ કર્યો. જોકે, રિપ્લેમાં સ્પષ્ટ થયું કે શુભમન ગિલના શૂઝને અડયા પહેલાં બોલ જમીન પર અડયો હતો. ડેન લોરેન્સ અક્ષર પટેલની બોલિંગમાં 46 રને ઋષભ પંત દ્વારા સ્ટમ્પ થયો. લોરેન્સને આઉટ કરીને અક્ષરે ઇનિંગ્સમાં ત્રીજી વિકેટ ઝડપી છે.
અક્ષરે એક જ ઓવરમાં લોરેન્સ અને બેસને પેવેલિયન ભેગા કર્યા
ડોમ બેસ અક્ષરની બોલિંગમાં બોલને ડિફેન્ડ કરવા જતા માત્ર બોલ અને પેડનું સંગમ કરાવી શક્યો હતો. તે 3 રને LBW થઈને પેવેલિયન ભેગો ફર્યો. તેણે લીધેલા રિવ્યૂનો પણ કોઈ ફાયદો થયો નહિ. તેને આઉટ કરીને અક્ષરે ઇનિંગ્સમાં ચોથી વિકેટ ઝડપી