અર્બુદા સોસયટી મામલે સરકાર મૌન,100 કરોડનું કૌભાંડનું કોંગ્રેસનો આક્ષેપ
ગાંધીનગરઃ
અર્બુદા ક્રેડીટ, અપના ક્રેડીટના સંચાલકોએ ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, વિરમગામ અને સાણંદ વિસ્તારના 40 હજારથી વધુ સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો સાથે છેતરપિંડી કરીને રૂ. 100 કરોડથી વધુનું કૌભાંડ કર્યુ હોવાની ફરિયાદ ઉઠી છે. ક્રેડીટ સોસાયટીના સંચાલકો ભાજપના પદાધિકારીઓ છે, ભાજપના કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રૂપાલા સાથે ગાઢ સંબંધ ધરાવે છે, રાજસ્થાનના મુખ્યમંત્રી વસુધરારાજે સાથે પણ ઓળખાણ હોવાનો દાવો કરી રહ્યા હોવાનો આક્ષેપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસે કર્યો હતો.
કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા ડો. મનીષ દોશીએ એવો આક્ષેપ કર્યો હતો કે છેલ્લા 15 વર્ષમાં ગુજરાત આર્થિક ગુનાઓમાં વાયબ્રન્ટ ગુજરાત ગતિશીલ ગુજરાત બન્યુ છે. અબુદા ક્રેડીટ અને અપના ક્રેડિટ સોસાયટીના સંચાલકોનો ભાઇ રીન્કુ અગ્રવાલ માઉન્ટ આબુમાં વોર્ નંબર-9ના ભાજપના કોર્પોરેટર છે. તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે મુખ્ય સંચલાક રાકેશ અગ્રવાલ કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રૂપાલા સહિત ભાજપના અગ્રણીઓ સાથે નજીકનો સંબંધ ધરાવતા હોવાના ફોટોગ્રાફસ જાહેર થયા છે, એટલું જ નહીં, સંચાલકો રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયા સાથે ઓળખાણ ધરાવતા હોવાનો દાવો કરી રહ્યા છે.