ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

રૂપાણી અમિત શાહની કઠપૂતળી છે : AAP

ગાંધીનગરઃ
સાણંદના નળકાંઠાના વિસ્તારના ખેડૂતોએ કૃષિને પાણી આપવાની માગણી સાથે ખેડૂત અધિકાર રેલી કાઢતા તેના પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. લાઠીચાર્જનો ભોગ બનેલા ખેડૂતોની મુલાકાત રવિવારેઆમ આદમી પાર્ટીના નેતા આશિષ ખેતાનેકરી હતી. તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અમિત શાહના હાથના કઠપુતળી છે, તેમનું ઉઠવા, બેસવાનું રીમોટ કંટ્રોલ અમિત શાહના હાથમાં છે.
‘આપ’ના નેતાએ રવિવારે ઇજાગ્રસ્ત ખેડૂતોની મુલાકાત લીધી હતી. ખેતાને એવો આક્ષેપ વ્યકત કર્યો હતો કે રાજય સરકારની ઇરાદો સ્પષ્ટ છે કે સરકારની જમીન સંપાદન, પાણીનો પ્રશ્ન કે ઉદ્યોગોને જમીન આપવાનો મામલો હોય તો સરકાર સામે અવાજ ઉઠાવનારને સરકાર જેલ ભેગા કરી દેશે, લાઠીઓનો વરસાદ કરશે. તેમણે સરકારને એવી ચેતવણી આપી હતી કે  ચૂંટણી પહેલાના આઠ મહિનામાં ખેડૂતો પરના જુલ્મ બંધ કરવામાં આવે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x